Not Set/ કારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, 8 લકઝુરિયસ કાર સાથે 8 શખ્સોની કરી ધરપકડ

ભરૂચ, ભરૂચના કેબલ બ્રિજ નજીકથી લકઝુરિયસ કાર માંથી વિદેશી દારૂ ઝડપાયો છે. 8 જેટલી લકઝુરિયસ કાર સહિત દારૂનો ઝડપાયો છે. માંડવા ટોલટેક્સ પ્લાઝા પાસેથી 13 લાખની કિંમતનો દારૂ ઝડપાયો છે. ત્યારે આ દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને સાથે જ પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે […]

Top Stories Gujarat Trending

ભરૂચ,

ભરૂચના કેબલ બ્રિજ નજીકથી લકઝુરિયસ કાર માંથી વિદેશી દારૂ ઝડપાયો છે. 8 જેટલી લકઝુરિયસ કાર સહિત દારૂનો ઝડપાયો છે. માંડવા ટોલટેક્સ પ્લાઝા પાસેથી 13 લાખની કિંમતનો દારૂ ઝડપાયો છે. ત્યારે આ દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને સાથે જ પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો અને એ પણ નવનિયુક્ત એસ.પી રાજેદ્રસિંહ ચુડાસમાની પ્રોહીબિશનની કાર્યવાહીથી હેઠળ દારૂ પકડવામાં આવ્યો છે અને બુટલેગરો ફરી એકવાર બિંદાસ અને બેખોફ બની વિદેશી દારૂના જથ્થાને શહેરમાં ઘુસાડવા જતા હતા.

ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેદ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળ્યા બાદ થી અંધારી આલમના તત્વો અને ગુનેગારોની દુનિયા ધ્રુજી ઉઠી છે.

જિલ્લામાં એક પછી એક દરોડા પાડી પોલીસે ગુનેગારોને કાયદાના પાઠ ભણાવી સકંજામાં લીધા છે. ત્યારે ભરૂચ પોલીસના દરોડામાં આ મોટી સફળતા પ્રાપ્ત થઇ હોય તે વાત પણ નકારી શકાતી નથી…!