Pitru Paksh/ પિતૃ પક્ષની અગિયારસ ક્યારે છે?…નોંધી લો એકાદશી શ્રાદ્ધની સાચી તારીખ અને મુહૂર્ત…

આ Pitru Paksh Ekadashi 2026 એ પરિવારના એ મૃતક સ્વજનોનું શ્રાદ્ધ કરવું જોઈએ જેમનું મૃત્યુ કોઈ પણ મહિનાની શુક્લ અથવા કૃષ્ણ પક્ષની એકાદશીએ થયું હોય…

Trending Religious Rashifal Dharma & Bhakti
Pitru Paksh Ekadashi 2026: Auspicious શ્રાદ્ધ મુહૂર્ત અને Special Importance!

Pitru Paksh: પિતૃ પક્ષમાં ઈન્દિરા એકાદશી (Pitru Paksh Ekadashi 2026, Indira Ekadashi 2026) આવે છે જેનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. આ દિવસે જેમનું મૃત્યુ એકાદશી તિથિએ થયું હોય એવા મૃત પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ શ્રાદ્ધને એકાદશી શ્રાદ્ધ અથવા અગિયારસ શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાનું વિશેષ ધાર્મિક મહત્વ પણ છે. એવું કહે છે કે જે પણ જાતક આ એકાદશીએ વ્રત રાખે છે એમના પૂર્વજોના આત્માને શાંતિ મળે છે. આ ઉપરાંત વ્રત રાખનારા જાતકોને તમામ પાપોથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે અગિયારસનું શ્રાદ્ધ ક્યારે છે 6 ઑક્ટોબર કે 7 ઑક્ટોબર?

પિતૃ પક્ષ એકાદશીની તારીખ (Pitru Paksh Ekadashi 2026 Date)

જ્યોતિષ પંચાંગ અનુસાર, પિતૃ પક્ષની એકાદશી 6 ઑક્ટોબરે અર્થાત્ આવતીકાલે મંગળવારે (6 October 2026) મનાવવામાં આવશે. આ દિવસે ઈન્દિરા એકાદશી પણ છે જે દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ શ્રાદ્ધ પક્ષમાં આવે છે.

એકાદશી તિથિનો પ્રારંભ 6 ઑક્ટોબર, 2026ના રોજ 02:07 AM કલાકે થશે અને એની સમાપ્તિ 7 ઑક્ટોબર, 2026ના 12:34 AM કલાકે થશે. આથી ઉદયાતિથિ અનુસાર, એકાદશી તિથિ 6 ઑક્ટોબર, 2026ના દિવસે માનવામાં આવશે.

પિતૃ પક્ષ એકાદશી શ્રાદ્ધ અનુષ્ઠાન સમય 2026

કુતુપ મુહૂર્ત- 11:46 AM થી 12:33 PM

રૌહિણ મુહૂર્ત- 12:33 PM થી 01:20 PM

અપરાન્હ કાળ- 01:20 PM થી 03:40 PM

એકાદશીએ મૃત્યુ
એકાદશીએ મૃત્યુ

પિતૃ પક્ષની એકાદશીએ કોનુ શ્રાદ્ધ કરવું?

આ એકાદશીએ પરિવારના એ મૃતક સ્વજનોનું શ્રાદ્ધ કરવું જોઈએ જેમનું મૃત્યુ કોઈ પણ મહિનાની શુક્લ અથવા કૃષ્ણ પક્ષની એકાદશીએ થયું હોય. આને એકાદશી શ્રાદ્ધ અથવા અગિયારસ શ્રાદ્ધ (Ekadashi Shraddh or Agiyaras Shraddh) પણ ઓળખવામાં આવે છે.

ઈન્દિરા એકાદશી શુભ મુહૂર્ત 2026 

બ્રહ્મ મુહુર્ત – 04:39 AM થી 05:28 AM

પ્રાત સંધ્યા – 05:03 AM થી 06:17 AM

અભિજિત મુહૂર્ત – 11:46 AM થી 12:33 PM

વિજય મુહૂર્ત – 02:07 PM થી 02:53 PM

ગોધૂલિ મુહૂર્ત – 06:01 PM થી 06:26 PM

સાયં સંધ્યા – 06:01 PM થી 07:15 PM

અમૃત કાળ – 08:44 PM થી 10:17 PM

ઈન્દિરા એકાદશી વ્રત મહત્વ
ઈન્દિરા એકાદશી વ્રત મહત્વ

એકાદશી શ્રાદ્ધનું મહત્વ

એકાદશીનું શ્રાદ્ધ વિશેષ કરીને એ પિતૃઓ માટે પણ હોય છે જેમણે ધર્મનિષ્ઠ, સંયમી અને વૈરાગ્ય ભાવથી જીવન જીવ્યું હોય. એવું કહે છે કે આ દિવસે કરવામાં આવેલું શ્રાદ્ધ પિતૃઓના આત્માને શાંતિ પ્રદાન કરે છે અને એમના વંશજોના જીવનમાં પણ સુખ-સમૃદ્ધિ લાવે છે. શાસ્ત્રોમાં ત્યાં સુધી કહેવાયું છે કે, પિતૃ પક્ષની એકાદશીએ જો કોઈ જાતક સાચા મનથી શ્રાદ્ધ અને તર્પણ કરે તો એને પિતૃદોષ (Pitru Dosh) સુદ્ધાંમાંથી મુક્તિ મળી જાય છે!


આ પણ વાંચો: પિતૃ પક્ષમાં અકાળ મૃત્યુ પામનારા માટે શાથી વિશેષ છે ચતુર્દશી? જાણો શ્રાદ્ધના નિયમો અને ઉપાયો…

આ પણ વાંચો: પિતૃ પક્ષની આ 3 તિથિઓ છે સૌથી વિશેષ….ભૂલે-ચૂકે પણ ન ચૂકતા શ્રાદ્ધ-તર્પણ…!

આ પણ વાંચો: