Dharm & Bhakti: ભાદ્રપદ મહિનામાં શુક્લ અર્થાત્ સુદ પક્ષમાં આવનારી એકાદશીનું અનેરું મહત્વ છે. આ એકાદશીને પરિવર્તિની એકાદશી (Parivartini Ekadashi 2026) કહે છે. એના નામમાં જ એનો ગર્ભિત અર્થ છુપાયેલો છે.
હિન્દુ ધર્મ (Hindu Dharm)માં એકાદશીનું વ્રત અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. ધાર્મિક માન્યતાનુસાર, એકાદશી અથવા જેને અગિયારસ પણ કહેવામાં આવે છે એનું વ્રત-ઉપવાસ કરનારી વ્યક્તિઓ પર દુનિયાના પાલનહાર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસે છે. આ ઉપરાંત, ઘરમાં સુખ-સમૃધ્ધિ અને આનંદનું વાતાવરણ વ્યાપે છે. પ્રત્યેક મહિને શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં એમ બે વાર અગિયારસ આવે છે.
એકાદશીનું શાસ્ત્રોક્ત મહત્વ
હિન્દુ સનાતન ધર્મમાં અગિયારસના ઉપવાસનું વિશેષ મહત્વ છે. એકાદશી પ્રત્યેક મહિનાના સુદ અને વદ પક્ષની અગિયારસ તિથિએ મનાવવામાં આવે છે અને આ દિવસે ઉપવાસ રાખવાનું ઘણું મહત્વ છે.
આ દિવસે ભક્તિભાવ પૂર્વક, વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તે વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. આ દિવસે ઉપવાસ રાખવાથી સૌથી જઘન્ય ગણાતા પાપો જેવા કે બ્રહ્મ હત્યાથી પણ મુક્તિ મેળવી શકાય છે. પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ વ્રત કરવાથી મોક્ષ થાય છે ઉપરાંત, જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત કરે છે તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે.
એવી પણ શાસ્ત્રોક્ત માન્યતા છે કે, વિષ્ણુનુ નામ માત્ર જપવાથી ‘પિશાચ યોનિ’માં જન્મ લેવાનો ભય રહેતો નથી! આ અગિયારસ તિથિએ સાધના કરવાથી માતા લક્ષ્મી અને વિષ્ણુ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.
આ પૈકી ભાદ્રપદ મહિનામાં શુક્લ અર્થાત્ સુદ પક્ષમાં આવનારી એકાદશીનું અનેરું મહત્વ છે. આ એકાદશીને પરિવર્તિની એકાદશી (Parivartini Ekadashi 2026) કહે છે. એના નામમાં જ એનો ગર્ભિત અર્થ છુપાયેલો છે. એવું કહે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પડખું બદલે છે. તો ચાલો જાણીએ કે, પરિવર્તિની એકાદશી ક્યારે છે?
પરિવર્તિની એકાદશી 2026 ની સાચી તારીખ (Parivartini Ekadashi 2026 Date)
પરિવર્તિની એકાદશી 2026નો પ્રારંભ આજ રોજ રાત્રે 08 વાગ્યે થશે અને એનું સમાપન 22 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 9:43 મિનિટે થશે. ઉદયાતિથિ અનુસાર આ પરિવર્તિની એકાદશીનું વ્રત આવતીકાલે 22 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
પરિવર્તિની એકાદશી 2026નું પૂજા મુહૂર્ત (Parivartini Ekadashi 2026 Puja Mahurat)
પરિવર્તિની એકાદશી 2026ના દિવસે અર્થાત્ 22 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે બ્રહ્મ મુહૂર્ત સવારે 04:52થી સવારે 05:40 સુધીનું રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:07 થી 12:55 કલાક સુધીનું રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 02:32 કલાકથી બપોરે 03:21 કલાક સુધીનું રહેશે. ગોધૂલિ મુહૂર્ત સાંજે 06:35 કલાકથી સાંજે 06:59 કલાક સુધીનું રહેશે. સાંજે પૂજા કરવી હોય તો ગોધૂલિ મુહૂર્ત અતિ ઉત્તમ માનવામાં આવે છે.

પરિવર્તિની એકાદશીની પૂજા વિધિ (Puja Vidhi)
1. એકાદશીને દિવસે પ્રાત કાળે ઉઠીને સ્નાન વગેરે કાર્યો કર્યા બાદ સ્વચ્છ કપડા પહેરી લેવા. જો શક્ય હોય તો પીળા રંગના વસ્ત્ર પહેરવા.
2. પૂજા સ્થળ અથવા મંદિરને સ્વચ્છ કરી લેવું અને ગંગાજળ (Gangajal) છાંટીને શુદ્ધ કરવું.
3. એક બાજોઠ લઇને એના પર પીળા રંગનું વસ્ત્ર બિછાવવું.
4. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી (Lord Vishnu & Mata Lakshmi)ની પ્રતિમા અથવા તો ફોટો મૂકવો.
5. વિષ્ણુ ભગવાનને ચંદનનું તિલક કરવું અને પીળા ફૂલ, પંચામૃત, તુલસીદળ, ફળ અને નૈવેદ્ય ધરાવવા.
6. માતા લક્ષ્મીને શૃંગારનો સામાન ચડાવવો અને એમને કંકુનું તિલક કરવું.
7. નારાયણની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો અને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો.
8. પરિવર્તિની એકાદશીની વ્રતકથાનો પાઠ કરવો અથવા શ્રવણ કરવું.
9. ભગવાનની આરતી કરવી અને પૂજાનું સમાપન કરવું.
10. બીજા દિવસે સૂર્યોદય બાદ શુભ મુહૂર્તમાં એકાદશીના પારણા કરવા.

પરિવર્તિની એકાદશીના વ્રત પારણાની તારીખ અને મુહૂર્ત (Parivartini Ekadashi 2026 Parana Date)
પરિવર્તિની એકાદશી (Parivartini Ekadashi 2026)ના વ્રત પારણા 23 સપ્ટેમ્બર 2026ના રોજ કરવામાં આવશે. પારણા અર્થાત્ વર્ત સમાપ્ત કરવાનો શુભ સમય સવારે 06:27 થી સવારે 08:53 કલાક સુધીનો રહેશે. પારણાની તિથિના દિવસે દ્વાદશી અર્થાત્ બારસ તિથિ રાત્રે 10:50 મિનિટે સમાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે બારસ સમાપ્ત થતા અગાઉ પારણા કરવા અતિ આવશ્યક છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: આજે નિર્જળા એકાદશીએ ગ્રહોની મોટી હલચલ; તુલા થી મીન રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય
આ પણ વાંચો: 10 હજાર વર્ષની તપસ્યા સમાન પુણ્ય પ્રદાન કરતી વરુથિની એકાદશી..! વ્રતનો મહિમા, તિથિ અને અર્થ વિશે જાણો…
આ પણ વાંચો: જાન્યુઆરી 2026માં ‘જયા એકાદશી’ ક્યારે આવશે? જાણીએ સાચી તારીખ અને મુહૂર્ત વિશે…
