Dharm & Bhakti: મહા મહિનામાં શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને જયા એકાદશી (Jaya Ekadashi) ના નામે જાણવામાં આવે છે. આ અગિયારસના દિવસે વ્રત રાખવાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે મનુષ્ય આ ખાસ દિવસે, અગિયારસ પર ભગવાન વિષ્ણુની સાચા હૃદયથી ભક્તિ કરે છે એમના જીવનના તમામ કષ્ટ પ્રભુ હરે છે.
જયા એકાદશી (Jaya Ekadashi)નું શાસ્ત્રોક્ત મહત્વ
હિન્દુ સનાતન ધર્મમાં અગિયારસના ઉપવાસ (Fast)નું વિશેષ મહત્વ છે. એકાદશી પ્રત્યેક મહિનાના સુદ અને વદ પક્ષની અગિયારસ તિથિએ મનાવવામાં આવે છે અને આ દિવસે ઉપવાસ રાખવાનું ઘણું મહત્વ છે. મહા સુદ એકાદશીને જયા એકાદશી (Jaya Ekadashi) કહેવામાં આવે છે. એને ભીષ્મ એકાદશી અથવા તો ભૂમિ એકાદશી પણ કહે છે.
આ દિવસે ભક્તિભાવ પૂર્વક, વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તે વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. આ દિવસે ઉપવાસ રાખવાથી સૌથી જઘન્ય ગણાતા પાપો જેવા કે બ્રહ્મ હત્યાથી પણ મુક્તિ મેળવી શકાય છે. પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ વ્રત કરવાથી મોક્ષ થાય છે ઉપરાંત, જે વ્યક્તિ જયા એકાદશી (Jaya Ekadashi)નું વ્રત કરે છે તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે.

‘પિશાચ યોનિ’માં જન્મ લેવાનો ભય રહેતો નથી
એવી પણ શાસ્ત્રોક્ત માન્યતા છે કે, વિષ્ણુ (Lord Vishnu)નું નામ માત્ર જપવાથી ‘પિશાચ યોનિ’ (Pishach Yoni)માં જન્મ લેવાનો ભય રહેતો નથી! આ અગિયારસ તિથિએ સાધના કરવાથી માતા લક્ષ્મી (Lakshmi) અને વિષ્ણુ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. હવે તમને દર્શાવીશું, જયા એકાદશીનું વ્રત શી રીતે કરવું અને એની સાચી તારીખ અને મુહૂર્ત (Date and Mahurat) કયા છે?
જાન્યુઆરી 2026માં સુદ અગિયારસની તારીખ અને મુહૂર્ત
વૈદિક પંચાંગ અનુસાર, માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તારીખ 28 જાન્યુઆરીએ સાંજે 4 વાગીને 34 મિનિટે શરૂ થશે અને 29 જાન્યુઆરીએ બપોરે 1 વાગીને 56 મિનિટે વાગ્યે સમાપ્ત થશે. આ સંજોગોમાં, ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને જયા એકાદશી (Jaya Ekadashi)ની ઉજવણી કરવામાં 29 જાન્યુઆરીએ કરવામાં આવશે.
આમ પંચાંગ અનુસાર, વર્ષ 2026માં જયા એકાદશી 29 જાન્યુઆરી (29 January, 2026)ના ગુરુવારના રોજ છે અને આ વ્રત કરનાર શ્રદ્ધાળુ માટે ઉપવાસના પારણાનો સમય 30 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 7 વાગીને 10 મિનિટથી શરુ થઇને 9 વાગીને 20 મિનિટ સુધીનો રહેશે.
પારણાની તિથિના દિવસે 30 જાન્યુઆરીએ બારસ તિથિ સમાપ્ત થવાનો સમય સવારે 11 વાગીને 9 મિનિટનો રહેશે.

જયા એકાદશીની પૂજા વિધિ
ભગવાન વિષ્ણુની આરાધના કરવાની આ વિશેષ અગિયારસના દિવસે શું વિધિ-વિધાન કરવા એ વિશે જણાવીશું.
1. આ પાવન દિવસે પરોઢિયે વહેલા જાગૃત થઇને નિત્યક્રમ કર્યા બાદ, વ્રતનો સંકલ્પ કરવો.
2. ત્યાર બાદ એક બાજોઠ પર સ્વચ્છ પીળું કપડું પાથરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરો.
3. હવે દીવો પ્રજ્વલિત કરીને સુગંધિત ધૂપ કરવો. ફળ અને પંચામૃત ધરાવવા અને વિધિપૂર્વક પૂજન કરવું.
4. આ દિવસે આખો દિવસ નામસ્મરણ કરીને શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખવો.
5. સાયંકાળે પુન: વિષ્ણુ ભગવાનની વિધિવત્ પૂજા કરવી.
6. બીજા દિવસે સવારે ભગવાનનું પૂજન કર્યા બાદ જ કોઇ નિર્ધન અથવા તો બ્રાહ્મણને સન્માન સહિત ભોજન કરાવવું. ભોજન કરાવ્યા બાદ દાન-દક્ષિણા આપવાનું અવશ્ય યાદ રાખવું.

7. વ્યક્તિએ આર્થિક સમૃદ્ધિ માટે તુલસી (Tulsi)ના છોડ પાસે દીવો અવશ્ય કરવો અને શક્ય હોય તો 11 વખત પ્રદક્ષિણા કરવી.
8. દેવા (Debt)થી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષ (Peepal Tree)માં જળ અર્પણ કરવું જોઇએ.
9. કેવળ સાત્વિક ભોજન (Satvik Food) કરીને જ ઉપવાસ રાખવો, ત્યાર બાદ બારસના દિવસે પારણુ કરવું જોઇએ.

જયા એકાદશીના વ્રતમાં શું ન કરવું?
1. જયા એકાદશીના દિવસે ચોખા, માંસાહાર કે માદક પદાર્થોનું સેવન કરવુ જોઇએ નહિં.
2. આ દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઇએ.
3. ગુસ્સો (Anger) કરવાનું કે જૂઠ્ઠું બોલવાનું ટાળવું જોઇએ.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!
