Home Made Fruit Jam: બાળકોને રોટલી કે બ્રેડ પર જામ (Fruit Jam) લગાવીને ખાવું ખૂબ ગમતું હોય છે. પરંતુ બજારમાં મળતા જામમાં ભરપૂર માત્રામાં ખાંડ અને આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ્સ (કેમિકલ્સ) હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
જો તમારા ઘરમાં થોડા-થોડા ફળો બચ્યા હોય અને તમે તેનો સારો ઉપયોગ કરવા માંગતા હોવ, તો તમે ઘરે જ ખૂબ જ સરળતાથી ‘મિક્સ ફ્રૂટ જામ’ બનાવી શકો છો. આ જામમાં આપણે કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવાના નથી, તેથી તે બાળકો માટે એકદમ સુરક્ષિત છે. ચાલો નોંધી લઈએ રેસિપી.
જરૂરી સામગ્રી (Ingredients)
મિક્સ ફ્રૂટ: 2 કપ (સફરજન, કેળા, પપૈયા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી વગેરેના ટુકડા)
ખાંડ: 1 કપ (ફળોની મીઠાશ મુજબ વધઘટ કરી શકો)
લીંબુનો રસ: 1 મોટી ચમચી (નેચરલ પ્રિઝર્વેટિવ માટે)
તજનો ટુકડો: 1 નાનો (સુગંધ માટે – ઓપ્શનલ)
Fruit Jam બનાવવાની રીત
ફળોની તૈયારી: સૌથી પહેલા બધા ફળોને સારી રીતે ધોઈને તેના નાના ટુકડા કરી લો. તમે ઈચ્છો તો મિક્સરમાં તેને અધકચરા ક્રશ પણ કરી શકો છો.
પકવવાની રીત: એક જાડા તળિયા વાળી કડાઈમાં ફળોના ટુકડા લો અને તેને ધીમી આંચ પર ગરમ કરવા મૂકો. ફળો નરમ થાય ત્યાં સુધી તેને પકાવો અને ચમચા વડે દબાવીને મેશ (Mash) કરતા રહો.
ખાંડ ઉમેરો: જ્યારે ફળોનો પલ્પ એકદમ સોફ્ટ થઈ જાય, ત્યારે તેમાં ખાંડ અને તજનો ટુકડો ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો.
ઘટ્ટ કરો: મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી તેને પકવતા રહો. ધ્યાન રાખો કે તે તળિયે ચોંટી ન જાય.
લીંબુનો રસ: જ્યારે જામ (Fruit jam) જેવું ટેક્સચર આવી જાય ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરો. લીંબુનો રસ જામ (Fruit Jam) ને લાંબા સમય સુધી બગડવા દેતો નથી અને ખાંડને જામી જતી (Crystallize) અટકાવે છે.
ચેક કરો: એક પ્લેટમાં જામનું ટીપું મૂકો, જો તે પાણીની જેમ વહે નહીં અને ઘટ્ટ રહે તો તમારો જામ (Fruit Jam) તૈયાર છે.
સ્ટોરેજ: ગેસ બંધ કરી દો અને જામને ઠંડો થવા દો. ત્યાર બાદ કાચની એર-ટાઈટ બરણીમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરો.
આ હોમમેડ જામ (Fruit Jam) ફ્રિજમાં 2-3 અઠવાડિયા સુધી સારો રહે છે. તમારા બાળકોને હવે બજારના કેમિકલવાળા જામને બદલે આ હેલ્ધી જામ આપો.
આ પણ વાંચો : સાવધાન: તમારા રસોડામાં જ છુપાયેલું છે કેન્સરનું જોખમ? આ 7 વસ્તુઓ ખાતા પહેલા સો વાર વિચારજો!


