Medical Warning: હવામાન બદલાય એટલે (Medicines) શરદી, ઉધરસ અને તાવ આવવો સામાન્ય છે. મોટાભાગના લોકો આવા સમયે ડોક્ટર પાસે જવાને બદલે સીધા નજીકના મેડિકલ સ્ટોર પર જાય છે અને કેમિસ્ટ પાસે દવા (Medicines) માંગીને ખાઈ લે છે. આને મેડિકલ ભાષામાં ‘ઓવર ધ કાઉન્ટર’ (OTC) દવાઓ કહેવાય છે.
આપણને લાગે છે કે આ સામાન્ય દવાઓ (Medicines) છે, તેનાથી શું નુકસાન થશે? પરંતુ તાજેતરમાં આવેલા રિપોર્ટ્સ મુજબ, ડોક્ટરની સલાહ વગર લેવામાં આવતી આ દવાઓ તમારા શરીરના મહત્વના અંગો જેવા કે કિડની અને લિવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
લિવર પર ગંભીર અસર (Liver Damage)
શરદી-તાવમાં લોકો સૌથી વધુ પેરાસિટામોલ (Paracetamol) લેતા હોય છે.
જોખમ: લોકો ઘણીવાર જલ્દી સાજા થવાની લાયમાં આ દવાનો ઓવરડોઝ લઈ લે છે. પેરાસિટામોલનો વધુ પડતો ડોઝ લિવર ફેલિયરનું કારણ બની શકે છે. ખાસ કરીને જે લોકો આલ્કોહોલનું સેવન કરતા હોય તેમના માટે આ જોખમ બમણું હોય છે.
કિડની અને બ્લડ પ્રેશર
શરદીમાં શરીરના દુખાવા માટે લોકો પેઈનકિલર્સ (NSAIDs) લે છે.
જોખમ: આ દવાઓ લાંબા ગાળે કિડની પર ખરાબ અસર કરે છે. આ ઉપરાંત, શરદી મટાડતી કેટલીક દવાઓમાં ‘ડીકન્જેસ્ટન્ટ્સ’ હોય છે, જે બ્લડ પ્રેશર (BP) વધારી શકે છે. હાર્ટ પેશન્ટ્સ માટે આ દવાઓ (Medicines) જીવલેણ સાબિત થઈ શકે છે.
કફ સિરપનો નશો અને ઊંઘ
ખાંસી માટે લોકો બોટલ ભરીને કફ સિરપ પીતા હોય છે.
જોખમ: ઘણા કફ સિરપમાં એવા તત્વો હોય છે જેનાથી સુસ્તી અને ઊંઘ આવે છે. આ દવા (Medicines) પીધા પછી ડ્રાઈવિંગ કરવું કે મશીનરી પર કામ કરવું જોખમી બની શકે છે. વધુ પડતા કફ સિરપનું સેવન મગજ પર પણ અસર કરે છે.
એન્ટીબાયોટિક્સ Medicinesનો દુરુપયોગ
સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે વાયરલ ઈન્ફેક્શનમાં જાતે જ એન્ટીબાયોટિક્સ લેવાનું શરૂ કરી દે છે.
જોખમ: વારંવાર બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયા તેનાથી ટેવાઈ જાય છે (Resistant) અને જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે દવા (Medicines) અસર કરતી નથી.

શું કરવું જોઈએ?
સામાન્ય શરદી-ઉધરસમાં ઘરગથ્થુ ઉપચાર (જેમ કે આદુ, હળદર, ગરમ પાણી) શ્રેષ્ઠ છે. જો 3-4 દિવસમાં સારું ન થાય તો ડોક્ટરનો સંપર્ક કરો, પણ જાતે ડોક્ટર બનીને દવાઓ લેવાનું ટાળો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: શિયાળામાં ખાઓ આ 5 શાકભાજી, કેન્સર જેવા જીવલેણ રોગ સામે મળશે રક્ષણ અને શરીર થશે ડિટોક્સ
આ પણ વાંચો : સાવધાન: તમારા રસોડામાં જ છુપાયેલું છે કેન્સરનું જોખમ? આ 7 વસ્તુઓ ખાતા પહેલા સો વાર વિચારજો!




