Tech News/ શું હવેથી WhatsApp યૂઝ કરવા માટે પૈસા આપવા પડશે? Meta લાવી રહ્યું છે પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન..!!

WhatsApp (વૉટ્સએપ)…દુનિયાના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં Meta એનું બીટા ટેસ્ટિંગ કરી…

Trending Tech & Auto
WhatsApp , Meta, કંપની, નવા ફીચર્સ, મેસેજીંગ પ્લેટફોર્મ

Tech News: વૉટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરવા માટે ટૂંક સમયમાં જ પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન (Paid Subscription Plan) લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં Meta એનું બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ટેસ્ટિંગ પૂર્ણ થતા જ એને રોલ આઉટ કરવામાં આવી શકે છે!

વૉટ્સએપ (WhatsApp) માટે આવશે પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન

તમારા સ્માર્ટફોન (Mobile Phone)માં WhatsApp નો ઉપયોગ કરવા માટે હવે તમારે પૈસા આપવા પડી શકે છે! દુનિયાના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ (Instant Messaging Platform) માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર, વૉટ્સએપ ના આ સબ્સ્ક્રિપ્શન પ્લાનનું ટેસ્ટિંગ શરુ કરી દીધું છે. વૉટ્સએપ ના નિયમિત યૂઝર્સ (WhatsApp Users)ને કેટલીક સુવિધાઓ માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડી શકે છે. પ્રીમિયમ યૂઝર્સને રેગ્યુલર અનપેઇડ યૂઝર્સ ની સરખામણીએ એક્ટ્રા ટૂલ્સનું એક્સેસ મળશે, જે યૂઝર્સને ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ વાપરવાનો એક અલગ અનુભવ પ્રદાન કરશે.

WhatsApp , Meta, કંપની, નવા ફીચર્સ, મેસેજીંગ પ્લેટફોર્મ

યૂઝર્સને મળશે પર્સનલાઇઝ્ડ ફીચર્સ

WhatsApp ની ગતિવિધિઓ પર નજર રાખનારા પ્લેટફોર્મ WABetaInfo ના રીપોર્ટ મુજબ, વૉટ્સએપ માટે Paid Subscription Plan પર કામગીરી ચાલી રહી છે. પેઇડ વર્ઝનમાં યૂઝર્સને પર્સનલાઇઝ્ડ ઇન્ટરફેઝ (Personalized Interface) મળી શકે છે. યૂઝર્સ પોતાની પસંદ અનુસાર, આઇકન અને થીમ (Icons & Themes) ને બદલી શકે છે. યૂઝર્સ માટે નવા આઇકન સ્ટાઇલ ઉપલબ્ધ રહેશે, જે હજુ ડેવલપમેન્ટ ફેઝમાં છે.

આ ઉપરાંત, પેઇડ વર્ઝન વાળા યૂઝર્સને વૉટ્સએપ ચૅટ માં મેસેજ પિન કરવાની વધારે લિમિટ (Pinning Messages Limit) મળી શકશે. યૂઝર્સ પોતાની 20 ચૅટ્સને પિન કરી શકશે અર્થાત્ હાલની 3 મેસેજ લિમિટની સરખામણીએ 17 મેસેજ વધારે પિન કરવાની લિમિટ પ્રાપ્ય રહેશે. આ ઉપરાંત, એપ નોટિફિકેશન્સ માટે યૂઝર્સને એક્સ્ક્લુઝીવ રિંગટોન (Ringtones) મળશે, જેને તેઓ પોતાના મિત્રો માટે સેટ કરી શકશે. ઇનકમિંગ વૉટ્સએપ કૉલ (Incoming WhatsApp Calls) માટે આ રિંગટોન્સનો ઉપયોગ કરી શકાશે.

WhatsApp , Meta, કંપની, નવા ફીચર્સ, મેસેજીંગ પ્લેટફોર્મ

ફ્રી યૂઝર્સની આ સુવિધાઓ ચાલુ રહેશે

WABetaInfo અનુસાર, પેઇડ વર્ઝનનો ઉપયોગ કરનારા વપર્શકર્તાઓ માટે કેટલાય ‘સબ્સ્ક્રાઇબર્સ ઓન્લી ફીચર્સ’ ઉમેરાઇ શકે છે, જેમાં એક્સક્લૂઝિવ સ્ટીકર પૅક (Sticker Pack) પણ સામેલ છે. આ ફીચર્સ ફ્રી યૂઝર્સને નહિં મળે!

જો કે, …કેવળ વધારાની સુવિધાઓ માટે યૂઝર્સ ને વૉટ્સએપ પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન ને સબ્સ્ક્રાઇબ કરવાનું રહેશે. રિપોર્ટ અનુસાર, હાલમાં પેઇડ સબ્સ્ક્રિપ્શન ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ, કંપની એને રોલ આઉટ કરી શકે છે.


આ પણ વાંચો: Chrome વાપરનારાઓ માટે ભારત સરકારની હાઈ-રિસ્ક ચેતવણી, હેકર્સ કરી શકે છે તમારા ડેટાની ચોરી

આ પણ વાંચો: બાળકોને ખોટા રસ્તે જતા અટકાવશે Instagram! જાણો શું છે નવું ફીચર અને પેરેન્ટ્સ કેવી રીતે રાખી શકશે નજર

આ પણ વાંચો: વોટ્સએપ યુઝર્સ પર સાયબર એટેક, મેટા કન્ફર્મ અને ઘણા લોકોના એકાઉન્ટ હેક