Sexual Health: આજકાલ યુગલોમાં ઓરલ સેક્સ (Oral Sex) ખૂબ સામાન્ય બની ગયું છે. ઘણા લોકો એવું માને છે કે ઓરલ સેક્સ એ ઈન્ટરકોર્સ (સંભોગ) કરતા વધુ સુરક્ષિત છે કારણ કે તેમાં પ્રેગ્નન્સીનો ડર નથી હોતો. પરંતુ શું તમે જાણો છો કે આ માન્યતા તમને ગંભીર મુસીબતમાં મૂકી શકે છે?
તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ, ઓરલ સેક્સ (Sex) દ્વારા ‘હ્યુમન પેપિલોમાવાયરસ’ (HPV) નું સંક્રમણ ફેલાઈ શકે છે, જે આગળ જતાં ગળાના કેન્સરનું કારણ બની શકે છે. ચાલો જાણીએ આ જોખમ અને તેના લક્ષણો વિશે.
શું છે HPV અને કેવી રીતે ફેલાય છે?
HPV (Human Papillomavirus) એ એક સામાન્ય વાયરસ છે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) નું કારણ બને છે.
જોખમ: જ્યારે કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે ઓરલ સેક્સ (Sex) કરવામાં આવે છે, ત્યારે આ વાયરસ મોં અને ગળામાં પ્રવેશી શકે છે. આ વાયરસ ઓરોફેરિંજલ કેન્સર (Oropharyngeal Cancer) એટલે કે ગળાના કેન્સરનું જોખમ અનેકગણું વધારી દે છે.
ઓરલ સેક્સ (Sex) અને ગળાનું કેન્સર
અભ્યાસ દર્શાવે છે કે જે લોકો એક કરતા વધુ પાર્ટનર્સ સાથે ઓરલ સેક્સ (Sex) કરે છે, તેમનામાં આ વાયરસનું સંક્રમણ થવાની શક્યતા વધુ હોય છે. સ્મોકિંગ અને ડ્રિંકિંગ કરતા લોકોમાં આ જોખમ વધુ જોવા મળે છે. HPV વાયરસ ગળાના કોષોમાં ફેરફાર કરે છે જે ગાંઠમાં પરિવર્તિત થઈ શકે છે.
ચેતવણી: આ શરૂઆતી લક્ષણો પર ધ્યાન આપો (Early Symptoms)
HPV ને કારણે થતા ગળાના કેન્સરના લક્ષણો ઘણીવાર સામાન્ય ગળાના દુખાવા જેવા લાગે છે, તેથી લોકો તેને અવગણે છે. નીચેના લક્ષણો દેખાય તો સાવધાન થઈ જવું:
ગળામાં લાંબા સમય સુધી દુખાવો: દવા લીધા પછી પણ ગળું ઠીક ન થવું.
ગળવામાં તકલીફ: ખોરાક ગળતી વખતે સતત પીડા થવી.
અવાજમાં ફેરફાર: અચાનક અવાજ બેસી જવો કે ઘોઘરો થઈ જવો.
ગળામાં ગાંઠ: ગરદનના બહારના ભાગમાં કોઈ ગાંઠ જેવું મહેસૂસ થવું.
કાનમાં દુખાવો: સતત કાનમાં દુખાવો રહેવો.
વજન ઘટવું: કારણ વગર વજનમાં ઘટાડો થવો.
બચવા માટે શું કરવું? (Prevention)
પ્રોટેક્શન: ઓરલ સેક્સ (Sex) દરમિયાન પણ પ્રોટેક્શન (જેમ કે કોન્ડમ અથવા ડેન્ટલ ડેમ) નો ઉપયોગ કરવો હિતાવહ છે.
વેક્સિનેશન: HPV વેક્સિન લેવાથી આ વાયરસના ખતરાને ઘટાડી શકાય છે.
ચેકઅપ: જો મોંમાં કોઈ ચાંદાં કે ગળામાં તકલીફ લાગે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો.
સેક્સ (Sex) લાઈફ એન્જોય કરો પણ સાવચેતી સાથે. ઓરલ સેક્સ (Sex) સંપૂર્ણપણે જોખમમુક્ત નથી. જાગૃત બનો અને તમારા પાર્ટનરના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો
આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ
આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?




