Dharma & Bhakti/ ક્યારે છે વિજયા એકાદશી…12 કે 13 ફેબ્રુઆરીએ? જાણીએ તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને પારણાની વિધિ…

Vijaya Ekadashi (વિજયા એકાદશી) ના દિવસે ભગવાન વિષ્ણુની આસ્થાપૂર્વક પૂજા કરવામાં આવે છે…શ્રી રામે પણ લંકાવિજય અગાઉ આ વ્રત કર્યું હોવાનુ શાસ્ત્રોમાં…

Trending Religious Rashifal Dharma & Bhakti
Vijaya Ekadashi, 2026,તારીખ, મહાત્મ્ય ,શુભ મુહૂર્ત

Dharm & Bhakti: હિન્દુ પંચાંગ અનુસાર, સમગ્ર વર્ષ દરમિયાન કુલ 24 અગિયારસ આવે છે અને પ્રત્યેક એકાદશીનું પોતાનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. પ્રત્યેક મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ દરમિયાન એક-એક એકાદશી આવતી હોય છે. આ ફાલ્ગુન અર્થાત્ ફાગણ મહિનાની વદ અગિયારસને વિજયા એકાદશી (Vijaya Ekadashi) કહે છે.

વિજયા એકાદશીની કથા અને મહત્વ

આ વિશેષ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી (Lord Vishnu-Lakshmi)ની વિધિપૂર્વક પૂજા કરવાથી અત્યંત શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

Vijaya Ekadashi, 2026,તારીખ, મહાત્મ્ય ,શુભ મુહૂર્ત

શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે, બકદાલ્ભ્ય નામના ઋષિના નિર્દેશ અનુસાર, ભગવાન શ્રી રામે (Lord Rama) લંકા પર વિજય અને રાવણ (Ravan)ના સંહારની કામનાથી સમુદ્ર તટ પર આ એકાદશીનું વ્રત કર્યું હતુ. આ જ કારણે આ એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. એવી પણ માન્યતા છે કે, વિજયા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આસ્થાપૂર્વક પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવાનું વિધાન પણ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત માન્યતાનુસાર, આ વ્રત કરનારી વ્યક્તિને પોતાના જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે જેવો વિજય રામને રાવણનો સંહાર કરીને મળ્યો હતો અને આ વ્રત કરનારના જીવનના સર્વ વિઘ્નો (Problems) પણ દૂર થાય છે. શત્રુવિજય માટે અને કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાની શક્તિ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ, આ વિજયા એકાદશી વ્રતનું ધાર્મિક મહત્વ, તિથિ, શુભ મુહૂર્ત (Tithi, Shubh Mahurat) અને વ્રતના પારણાના સમય વિશે….

ક્યારે છે વિજયા એકાદશી 2026 (Vijaya Ekadashi 2026 Date)?

ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 12 ફેબ્રુઆરી ગુરુવારે બપોરે 12: 22 મિનિટે થશે. આ તિથિનું સમાપન 13 ફેબ્રુઆરી શુક્રવારે બપોરે 02: 25 મિનિટે થશે.

આથી ઉદયા તિથિ અનુસાર, વિજયા એકાદશીના વ્રત અને ઉપવાસની તારીખ 13 ફેબ્રુઆરી શુક્રવાર (13 February 2026)ના રોજ ગણાશે.

Vijaya Ekadashi, 2026,તારીખ, મહાત્મ્ય ,શુભ મુહૂર્ત

વિજયા એકાદશીના શુભ મુહૂર્ત 

બ્રહ્મ મુહૂર્ત-

સવારે 05: 17 AM થી 06: 08 સુધી AM

અભિજીત મુહૂર્ત-

બપોરે 12: 13 PM થી 12: 58 સુધી PM

વિજય મુહૂર્ત-

બપોરે 02: 27 PM થી 03: 12 PM સુધી

સર્વાર્થ સિદ્ધિ યોગ-

સાંજે 07: 00 PM થી 07: 48 PM સુધી

Vijaya Ekadashi, 2026,તારીખ, મહાત્મ્ય ,શુભ મુહૂર્ત

ભદ્રાનો ઓછાયો (Bhadra Kaal)

આ વર્ષે વિજયા એકાદશીના દિવસે ભદ્રાનો ઓછાયો રહેશે. પણ વિશેષ બાબત એ છે કે, ભદ્રા પૃથ્વી લોક પર નહિં પણ પાતાળ લોકમાં રહેશે. આથી ભદ્રાનો પ્રભાવ નહિં પડે.

અત્રે જણાવી દઇએ કે, 13 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગીને 4 મિનિટથી ભદ્રા (Bhadra Kaal) શરુ થશે જે 14 ફેબ્રુઆરીના રોજ સવારે 5 વાગીને 23 મિનિટે સમાપ્ત થશે.

વિજયા એકાદશી ના પારણાનો સમય

દ્રિક પંચાંગ અનુસાર, 13 ફેબ્રુઆરીએ એકાદશીનો ઉપવાસ (Fast) રાખનારા જાતકો દ્વાદશી અર્થાત્ બારસ તિથિના દિવસે શનિવારે પારણું કરશે. 14 ફેબ્રુઆરીએ સવારે 07 વાગ્યાથી માંડીને 09 વાગીને 14 મિનિટ સુધી તમે વ્રતના પારણા કરી શકશો.

શાસ્ત્રોક્ત માન્યતાનુસાર, આ વ્રત કરનારી વ્યક્તિને પોતાના જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે અને એના જીવનના સર્વ વિઘ્નો પણ દૂર થાય છે. શત્રુવિજય માટે અને કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…

આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…