Dharma & Bhakti/ શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…

Shabari Jayanti (શબરી જયંતિ) પર શબરીમાલા મંદિરમાં એક વિશેષ મેળાનું આયોજન થાય છે અને ભગવાન વિષ્ણુની શબરી માતા સહિત પૂજા કરવામાં આવે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Shabari Jayanti, શબરી જયંતિ,મહાત્મ્ય,કથા,પૂજા

Dharm & Bhakti: પ્રતિ વર્ષ ફાલ્ગુન અર્થાત્ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ શબરી જયંતિનું પર્વ મનાવવામાં આવે છે. વર્ષ 2026માં 8 ફેબ્રુઆરીએ શબરી જયંતિ (Shabari Jayanti 2026) મનાવવામાં આવશે.

શ્રી રામની પરમ ભક્ત શબરી માતા

ભગવાન શ્રી રામ (Lord Rama)ની પાવન કથા રામાયણ (Ramayan)માં શબરી માતાનું એક વિશિષ્ટ સ્થાન છે. રામ કથાનું પાત્ર શબરી પ્રભુ રામ પ્રત્યેની અગાધ આસ્થા અને ભક્તિથી ઓળખાય છે. એ બાળપણથી જ રામ ભક્ત હતી અને દરરોજ વનમાંથી એ બોર અકઠા કરીને લાવતી. રામની રાહ જોતાં એને દરરોજ ચાખતી અને એમાંથી મીઠા બોર રામ માટે એકઠા કરતી. એને આશા હતી કે રામજી એક દિવસ જરુર આવશે એણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની પ્રતિક્ષામાં પોતાનું આખુ જીવન સમર્પિત કરી દીધું હતુ. આશીર્વાદ રુપે, રામે શબરીએ ચાખેલા એંઠા બોર (Bor Fruit) ખાઇને એને પરમ ધામ પ્રદાન કર્યુ હતુ. રામની પરમ ભક્ત શબરીની પૂજા કયા વિધિ-વિધાનથી કરવી એ વિશે સવિસ્તાર જોઇશું….

Shabari Jayanti, શબરી જયંતિ,મહાત્મ્ય,કથા,પૂજા

શબરીની કથા

માતા શબરીનું સાચું નામ શ્રમણા હતુ અને એ ભીલ સમુદાય (Bheel Community)ની હોવાનું માનવામાં આવે છે. એમના પિતા જે ભીલ સમુદાયના રાજા (King) હતા એમણે એમના વિવાહ એક ભીલ કુમાર સાથે નિર્ધારિત કરેલા.

Shabari Jayanti, શબરી જયંતિ,મહાત્મ્ય,કથા,પૂજા

એ સમયે વિવાહ સમયે પશુબલિ આપવામાં આવતી અને એથી વ્યથિત શબરી વિવાહ અગાઉની રાત્રે ગૃહત્યાગ કરીને વનમાં રહેવા લાગી.

એ બાળપણથી જ રામ ભક્ત હતી અને દરરોજ વન (Forest)માંથી એ બોર અકઠા કરીને લાવતી. રામની રાહ જોતાં એને દરરોજ ચાખતી અને એમાંથી મીઠા બોર રામ માટે એકઠા કરતી. એને આશા હતી કે રામજી એક દિવસ જરુર આવશે અને એની ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન રામ વનવાસ (Vanvas) સમયે એની કુટિરમાં પધાર્યા હતા. રામે પ્રેમથી શબરીના એંઠા બોર ખાધા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

શબરી જયંતિ પર્વે પૂજા વિધિ

જ્યોતિષ (Astrology) પંચાંગ અનુસાર, આ વર્ષે 8 ફેબ્રુઆરી 2026 (8 February 2026)ના પૂર્વાન્હ સમયે 2 વાગીને 54 મિનિટે પ્રારંભ થઇને બીજા દિવસે 9 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 5 વાગીને 1 મિનિટ સુધી રહેશે. આથી ઉદયા તિથિ અનુસાર, 8 ફેબ્રુઆરીએ શબરી તિથિ મનાવવામાં આવશે.

Shabari Jayanti, શબરી જયંતિ,મહાત્મ્ય,કથા,પૂજા

આ દિવસે સાધકે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન-ધ્યાન કરવું અને પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવો. રામ સૂર્યવંશી (Suryavanshi) હતા આથી શબરી માતાના જન્મદિવસે સૂર્ય પૂજાનું ઘણું મહત્વ રહેલું છે. આ પછી સાધકે પ્રભુ શ્રી રામ અને શબરી માતાનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ કરવો.

ત્યાર બાદ, પોતાના ઘરમાં મંદિરમાં કે પછી ઈશાન ખૂણે રામ સાથેનું શબરીનું ચિત્ર રાખીને એની ચંદન, અક્ષત, ધૂપ, દીપ, ફળ, મીઠાઈ વગેરે અર્પણ કરીને પૂજા કરવી જોઇએ. દીવો અવશ્ય પ્રગટાવવો અને રામને બોર ફળનો પ્રસાદ અવશ્ય ધરાવવો. એવી માન્યતા છે કે, આ ઉપાય કરવાથી ભગવાન શ્રી રામ શીઘ્ર પ્રસન્ન થઇને ભક્ત પર કૃપા વરસાવે છે. પૂજાના અંતે, રામજીની આરતી કરવી અને આખો દિવસ ફળાહાર કરીને ઉપવાસ (Fast) કરવો.

મંત્ર જાપ કરવાથી રામની કૃપા થશે

હિન્દુ સનાતન ધર્મમાં કોઇ પણ દેવી કે દેવતાની પૂજા કરતી વખતે મંત્રોચ્ચાર કરવાનું ઘણું મહત્વ રહેલું છે. આથી શબરી જયંતિના દિવસે તમારે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ જો શક્ય હોય તો અવશ્ય કરવો. જો તમે એ ન કરી શકો તો આ મંત્રો પૈકી કોઇ પણ મંત્ર જાપ (Mantra Jaap) કરવો.

‘ॐ શ્રી રામાય નમ:’

‘શ્રી રામ જય રામ જય જય રામ’

‘રામ રામ રામેતિ રમે રામે મનોરમે
સહસ્ત્રનામ તત્તુલ્યં રામ નામ વરાનને’

‘શબરી શરણં ગચ્છ શરણં શરણં ગચ્છ
રામ કે પાંવો મેં શરણ દો, જીવન મેં સુખ દો’

Shabari Jayanti, શબરી જયંતિ,મહાત્મ્ય,કથા,પૂજા

શબરી જયંતિ (Shabari Jayanti) વિશેષ

1. શાસ્ત્રોમાં શબરીને દેવીનું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે અને એમનો મોક્ષપ્રાપ્ત થયો હોવાનો ઉલ્લેખ છે.

2. આ વિશેષ દિવસે માતા શબરીની દેવી સ્વરુપે પૂજા થાય છે.

3. ભારતના શબરીમાલા મંદિર (Sabarimala Temple, India)માં એક વિશેષ મેળાનું આયોજન થાય છે અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની શબરી માતા સહિત પૂજા કરવામાં આવે છે.

4. મંદિરોમાં અખંડ રામાયણ પાઠ થાય છે અને વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે.

5. આ દિવસે ભક્તિ કરવાથી શબરી જેવું ભક્ત પદ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…

આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…