Dharma & Bhakti/ 10 હજાર વર્ષની તપસ્યા સમાન પુણ્ય પ્રદાન કરતી વરુથિની એકાદશી..! વ્રતનો મહિમા, તિથિ અને અર્થ વિશે જાણો…

વરુથિની એકાદશીનું વ્રત અત્યંત પુણ્યદાયક છે. એટલું જ નહિં, આ Varuthini Ekadashi 2026 નું મહાત્મ્ય એટલું છે કે, સ્વયં ભગવાન કૃષ્ણ દ્વારા આ વ્રતનો મહિમા…

Trending Religious Rashifal Dharma & Bhakti
Varuthini Ekadashi 2026,અગિયારસ, એકાદશી વ્રત, ભગવાન કૃષ્ણ

Dharm & Bhakti: પ્રત્યેક મહિનામાં બે એકાદશી વ્રત આવે છે અને આખા વર્ષમાં કુલ મળીને 24 કે 26 અગિયારસ આવે છે. પરંતુ, આ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથિની એકાદશી (Varuthini Ekadashi 2026)નું અનેરુ મહત્વ છે. સાંપ્રત વર્ષે આ અગિયારસ 13 એપ્રિલ 2026ના રોજ મનાવવામાં આવશે.

એવી માન્યતા છે કે આ એકાદશીનું વ્રત રાખનારી વ્યક્તિના તમામ પાપ (Sin) બળી જાય છે અને એને મોક્ષ (Salvation)ની પ્રાપ્તિ થાય છે! શાસ્ત્રોમાં આ વ્રતને સૌભાગ્ય પ્રદાન કરનારું માનવામાં આવેલું છે. તો ચાલો જાણીએ, આ વર્ષની એકાદશી તિથિ અંગે વિસ્તૃત રીતે…

Varuthini Ekadashi 2026,અગિયારસ, એકાદશી વ્રત, ભગવાન કૃષ્ણ

‘વરુથિની’ એવું નામ કેમ મળ્યું?

આ એકાદશીને ‘વરુથિની’ કહેવા પાછળનો એક ખાસ હેતુ છે. આ શબ્દ સંસ્કૃત (Sanskrit) ભાષાના ‘વરુથ’ પરથી રચાયો છે, જેનો અર્થ થાય છે, કવચ અથવા સંરક્ષણ…આથી ‘વરુથિની’નો શાબ્દિક અર્થ જોઇએ તો, ‘સુરક્ષિત’, ‘કવચબંધ’ કે ‘રક્ષા કરનાર’ થાય છે. એવી માન્યતા છે કે, આ અગિયારસનું વ્રત કરવાથી મનુષ્યનું પાપ અને દુર્ભાગ્યથી રક્ષણ થાય છે, એને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એટલું જ નહિં પણ એ આધ્યાત્મિક રીતે પણ સુરક્ષિત બને છે.

ક્યારે છે વરુથિની એકાદશી (Varuthini Ekadashi 2026)?

વરુથિની એકાદશીની તારીખ (Date) જોઇએ તો આ વર્ષે 13 એપ્રિલ 2026ના રોજ મનાવવામાં આવશે. એનો પ્રારંભ 13 એપ્રિલે 01:16 AM થી થશે અને એનું સમાપન 01:08 AM પર થશે. વ્રતના પારણા 14 એપ્રિલ 2026ની સવારે 06:54 AM થી પ્રારંભ થઇને 08:31 AMની મધ્યના સમયગાળામાં કરી શકાશે.

Varuthini Ekadashi 2026,અગિયારસ, એકાદશી વ્રત, ભગવાન કૃષ્ણ

વરુથિની એકાદશીનું મહાત્મ્ય

વરુથિની એકાદશીનું વ્રત સઘળાં કષ્ટોથી મુક્તિ પ્રદાન કરનારું છે. એવું કહેવાય છે કે, આ વ્રત (Ekadashi Vrat) રાખવાથી સૂર્ય ગ્રહણ દરમિયાન, સોનું દાન કરવા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં અન્નદાનને સુવર્ણદાનથી પણ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવેલું છે પરંતુ, વરુથિની એકાદશીનું વ્રત તો એનાથી પણ વધારે પુણ્યદાયક છે. એટલું જ નહિં, આ એકાદશીનું મહાત્મ્ય એટલું છે કે, સ્વયં ભગવાન કૃષ્ણ (Lord Krishna) દ્વારા આ વ્રતનો મહિમા શાસ્ત્રોમાં વર્ણિત છે!

Varuthini Ekadashi 2026,અગિયારસ, એકાદશી વ્રત, ભગવાન કૃષ્ણ

વરુથિની એકાદશીની પૂજા વિધિ (Varuthini Ekadashi Puja Vidhi)

આ અગિયારસના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કરવું અને ત્યાર બાદ સ્વચ્છ વસ્ત્રો ગ્રહણ કરવા. સૂર્ય દેવને જળ ચડાવવું અને પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી (Lord Vishnu-Lakshmi)નું વિધિ વિધાન પૂર્વક પૂજન-અર્ચન કરવું. ભગવાનને યથાશક્તિ ફૂલ, ફળ અને મીઠાઈ તથા વસ્ત્ર અર્પણ કરવા. ત્યાર બાદ, ભક્તિભાવ પૂર્વક એકાદશી વ્રતની કથા શ્રવણ કરવી. અંતે આરતી કરીને પૂજા સંપન્ન કરવી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

આ પણ વાંચો: ચૈત્ર માસની સંકટ ચોથ પર પઠન કરો આ પૌરાણીક કથાનું…જાણો સંકષ્ટી ચતુર્થી વ્રત કથા…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…