Dharma & Bhakti/ ચૈત્ર માસની સંકટ ચોથ પર પઠન કરો આ પૌરાણીક કથાનું…જાણો સંકષ્ટી ચતુર્થી વ્રત કથા…

વિકટ સંકષ્ટી ચતુર્થી તિથિ ( Vikat Sankashti Chaturthi)ના દિવસે દિવસે ગણપતિજીની પૂજા કરી ઉપવાસ રાખીને ચંદ્ર દેવના દર્શન કરીને વ્રત પૂર્ણ કરવાનું રહેશે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Vikat Sankashti Chaturthi, કથા, વ્રત ઉપવાસ, ચંદ્રોદય, ભગવાન ગણેશ

Dharm & Bhakti: ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ વિકટ સંકષ્ટી ચતુર્થી તિથિ ( Vikat Sankashti Chaturthi 2026)નું વ્રત રાખવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશની વિધિવત્ પૂજા કરવાની સાથે વ્રત કરવાનું પણ વિધાન શાસ્ત્રોમાં દર્શાવવામાં આવેલું છે. એવી માન્યતા છે કે આ દિવસે ગણેશજી (Lord Ganesha)ની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ, ધન-વૈભવ આદિની પ્રાપ્તિ થઇ શકે છે.

આ દિવસે ગણપતિજીની પૂજા કરી ઉપવાસ રાખીને ચંદ્રોદય (Chandroday)ની સાથે ચંદ્ર દેવના દર્શન કરીને વ્રત પૂર્ણ કરવાનું રહેશે. આ દિવસે આ વિશેષ દિનની વ્રત કથા (Vrat Katha)નો પાઠ કરવો ઉત્તમ મનાય છે. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે.

Vikat Sankashti Chaturthi, કથા, વ્રત ઉપવાસ, ચંદ્રોદય, ભગવાન ગણેશ

વિકટ સંકષ્ટી ચતુર્થી વ્રત તિથિ 2026 (Vikat Sankashti Chaturthi 2026 Date)

ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ 5 એપ્રિલ 2026 (5 April 2026)ના રોજ સવારે 11 વાગીને 59 મિનિટે થશે. આ તિથિની સમાપ્તિ 6 એપ્રિલ 2026ના રોજ સોમવારે બપોરે 2 વાગીને 10 મિનિટે થશે.

સંકટ ચોથનું વ્રત ઉદયા તિથિ અનુસાર અને ચંદ્રોદયના હિસાબે 5 એપ્રિલ 2026 રવિવારના રોજ રાખવામાં આવશે.

Vikat Sankashti Chaturthi, કથા, વ્રત ઉપવાસ, ચંદ્રોદય, ભગવાન ગણેશ

વિકટ સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા (Vikat Sankashti Chaturthi Vrat Katha)

એક સમયે એક રાજ્યમાં ધર્મકેતુ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. એની બે પત્નીઓ હતી…સુશીલા અને ચંચલા…આ બંને પૈકી સુશીલા ઘણી જ ધાર્મિક અને આસ્થાવાન હતી જ્યારે ચંચલા ધર્મ-કર્મમાં કોઈ વિશેષ રુચિ ધરાવતી ન હતી. વ્રત અને ઉપવાસ કરવાના કારણે સુશીલાનું શરીર નબળું પડી ગયુ હતુ જ્યારે ચંચલા સ્વસ્થ હતી.

સમય વીત્યે સુશીલાને એક પુત્રી અને ચંચલાને એક પુત્રની પ્રાપ્તિ થઇ. આથી ચંચલાએ વ્યંગ કરતા સુશીલાને કહ્યું કે, “તુ આટલા બધા વ્રત-ઉપવાસ રાખે છે તો પણ તને પુત્રી મળી જ્યારે મેં તો કશું જ ન કર્યુ તો પણ મને પુત્ર મળ્યો!”

ચંચલાની આ વ્યંગભરેલી વાણી સાંભળીને સુશીલા અત્યંત દુ:ખી થઇ પણ એણે પોતાની શ્રદ્ધા અને ભક્તિનો ત્યાગ કર્યો નહિં!

 

સુશીલાએ પૂર્ણ સમર્પણ ભાવથી આ વ્રત કર્યુ

જ્યારે વિકટ સંકષ્ટી ચતુર્થીનું વ્રત આવ્યું ત્યારે સુશીલાએ પૂર્ણ સમર્પણ ભાવથી આ વ્રત કર્યુ અને એની સાચી ભક્તિથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને એને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. કેટલાક સમય બાદ એની આ ઇચ્છા પણ પૂર્ણ થઇ પણ દુર્ભાગ્યવશ એના પતિ ધર્મકેતુનું નિધન થઇ ગયું! ત્યારબાદ, ચંચલા અલગ રહેવા ચાલી ગઇ જ્યારે સુશીલા પોતાના બંને બાળકો સાથે એ જ ઘરમાં રહીને એમનું પાલન-પોષણ કરવા લાગી.

સુશીલાનો પુત્ર પ્રખર બુદ્ધિમાન અને ગુણવાન હતો. એની મહેનત અને સમજદારીથી ઘરમાં સમૃદ્ધિનું આગમન થયું. આ જોઇને ચંચલાના મનમાં ઇર્ષા ઉત્પન્ન થઇ અને એક દિવસ અવસરનો લાભ લઇને સુશીલાની પુત્રીને એણે કૂવામાં ધકેલી દીધી! પરંતુ ભગવાન ગણેશની કૃપાથી એનો જીવ બચી ગયો!

Vikat Sankashti Chaturthi, કથા, વ્રત ઉપવાસ, ચંદ્રોદય, ભગવાન ગણેશ

ચંચલાને ગણેશકૃપાનું ભાન થયું

આ જોઇને ચંચલાને ભાન થયું કે સ્વયં ગણેશજી સુશીલા અને એના પરિવારની રક્ષા કરી રહ્યાં છે અને એને પોતાના આ કૃત્યનો ઘણો જ પસ્તાવો થયો! એણે સુશીલાની ક્ષમા માગી અને સુશીલાએ એને ક્ષમા પણ કરી દીધી! એણે ચંચલાને વિકટ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાની સલાહ આપી. ચંચલાએ પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી આ વ્રત કર્યુ અને એના જીવનમાં સુખ-સમૃદ્ધિ (Wealth & Happiness)નો વાસ થયો અને ભગવાન ગણેશજીની કૃપા એના પર વરસવા લાગી અને સૌ કોઇ સુખી અને સમૃદ્ધ બન્યા.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

આ પણ વાંચો: ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…