Dharm & Bhakti: વર્ષ 2025માં 20 ઓક્ટોબરે, સોમવારે દિવાળી (Diwali Festival, 20 October 2025)નો તહેવાર મનાવવામાં આવશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ દિવસે સાવરણી, ધાતુનો કચ્છપ, શ્રીફળ તથા તુલસીનો છોડ ઘરમાં લાવવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
દિવાળીનો શુભ સંયોગ
જ્યોતિષીય દ્રષ્ટિએ આ વર્ષે દિવાળી પર અત્યંત દુર્લભ સંયોગ બનવા જઇ રહ્યો છે. વાસ્તવમાં એક સદી એટલે કે, 100 વર્ષ પછી વર્ષ 2025ની દિવાળીએ ત્રિગ્રહી યોગ (Trigrahi Yog) અને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ સાથે જ દિવાળીની પૂજા માટે પ્રદોષ કાળ અને વૃષભ કાળ પણ પ્રાપ્ત થવા જઇ રહ્યો છે.
સમગ્ર ભારત વર્ષમાં અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યના વિજયનું પર્વ દિવાળી ધામધૂમથી મનાવવામાં આવે છે. આને દીપોત્સવ પણ કહે છે કારણ, ઘર-ઘરમાં દીવડાંનો ઝગમગાટ મનમાં અનેરા આનંદથી ભરી દે છે અને નવ વર્ષના સ્વાગત માટે સૌ કોઇના હૈયાં ઉલ્લાસપૂર્ણ બની જાય છે. દિવાળી પર ફૂલો, રંગોળી અને દિવા (Flowers, Lamps, Rangoli)થી ઘરની સાજ-સજ્જા કરવાથી માતા લક્ષ્મી (Lakshmi)ની કૃપા વરસે છે. એવી માન્યતા છે કે, દિવાળી અગાઉ કે એ દિવસે અમુક વસ્તુઓ ઘરે લાવવાથી વ્યક્તિને અને એના પરિવારને ધન લાભ થાય છે અને ઘરની નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. તો ચાલો જાણીએ કે, સૌભાગ્ય પ્રાપ્તિ અર્થે કઇ-કઇ વસ્તુઓ ઘરે લાવવી જોઇએ?

1. સાવરણી
દિવાળી પહેલાં સાવરણી (Broom) ખરીદવી અત્યંત શુભ ગણાય છે અને દિવાળીના દિવસથી એનો ઉપયોગ શરુ કરવો જોઇએ. એવું કહે છે કે, આમ કરવાથી ઘરમાંથી દરિદ્રતા (Poverty) દૂર થાય છે અને સુખ-શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે.
2. તુલસીનો છોડ
જો તમારા ઘરમાં તુલસીનો છોડ (Tulsi Plant) ન હોય તો દિવાળીનો દિવસ આ માટે ઉત્તમ છે. વાસ્તવમાં, તુલસી પર્યાવરણને શુદ્ધ કરવાનું અને નકારાત્મકતા દૂર કરવાનું કાર્ય કરે છે તથા એને ઘરે લાવવાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને ખુશીઓનું આગમન થાય છે. દિવાળી પહેલા તમારા ઘરના ઈશાન (North-East) ખૂણે તુલસીનો છોડ અવશ્ય વાવવો જોઇએ. ભગવાન વિષ્ણુ (Lord Vishnu) અને માતા લક્ષ્મીનો સંબંધ પણ તુલસી સાથે પ્રગાઢ માનવામાં આવે છે. દિવાળી પહેલા ઘરમાં તુલસી લાવવાથી આધ્યાત્મિક અને આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

3. જટાવાળું શ્રીફળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, નારિયેળ (Coconut)ને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. પરંપરાગત રીતે, દિવાળી પહેલાં જટાવાળું શ્રીફળ અવશ્ય ઘરે લાવવું જોઇએ અને એને ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશા (South-West)માં રાખવું જોઇએ.

4. ધાતુનો કચ્છપ
વાસ્તુશાસ્ત્ર મુજબ, દિવાળી પહેલા ઘરમાં ધાતુનો કચ્છપ (Metal Tortoise) લાવવો અત્યંત શુભ ગણાય છે. ધાતુનો કાચબો ઘરે લાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા (Positive Energy) પ્રસરે છે અને ઘર પર માતા લક્ષ્મી તથા શ્રી હરિ વિષ્ણુની કૃપા વરસે છે. આ કચ્છપને ઘરની ઉત્તર-પૂર્વ દિશા અર્થાત્ ઈશાન ખૂણામાં રાખવો શુભ ગણાય છે. ધાતુનો કચ્છપ દીર્ઘાયુ અને શક્તિનું પ્રતીક ગણાય છે અને એનાથી ઘરમાં આર્થિક સ્થિરતા અને સદ્ધરતા આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
