Dharm & Bhakti: જેમ-જેમ દિવાાળી (Diwali)નો તહેવાર નજીક આવે છે એમ-એમ લોકો પોત-પોતાના ઘરને સજાવવામાં વ્યસ્ત થઇ ગયા છે! દિવાળીમાં ઘર સજાવટનો અંતિમ પડાવ એટલે રંગોળી! નાના-મોટા સૌ કોઇ, ચાહે એ કન્યા હોય કે મહિલા કે પછી ઘરનો પુરુષવર્ગ…સૌને જીવનમાં એક સ્મૃતિ તો હંમેશાં રહેશે જ અને એ છે દિવાળીની રંગોળી! તો ચાલો, આજે અહિં અમે તમને કેટલીક સરળ અને સુંદર રંગોળી ડિઝાઇનો (Rangoli Designs) વિશે જણાવીશું.

સમય પણ નહિં લાગે
ધનતેરસના તહેવાર (Dhanteras Festival)ની સાથે જ દિવાળીનો પ્રારંભ થઇ જાય છે. લોકો રંગોળી પૂરીને લક્ષ્મી માતા (Mata Lakshmi)નું સ્વાગત કરે છે. મહેમાનોનું સ્વાગત પણ રંગોળી તથા તોરણ સજાવીને કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકોને રંગોળી પૂરતાં ઘણો સમય લાગે છે અને જો તમે આ સમયની તમે બચત કરવા માગતા હો તો પ્રસ્તુત છે, કેટલીક સુંદર રંગોળીની ડિઝાઇનો જેમને બનાવવાનું ઘણું જ સરળ છે અને તમારા આંગણામાં એ ચાર ચાંદ લગાવી દેશે!

કોઈ સાધનની પણ જરુર નહિં પડે
બજારમાં ઝડપથી રંગોળી બની જાય એ માટે ભાત-ભાતના સાધનો ઉપલબ્ધ હોય છે. આથી ઘણા લોકો આ અલગ-અલગ શૅપ અને ડિઝાઇનના ટૂલ (Tools) પણ ખરીદે છે. પણ આવા સાધનો વાપરવાથી રંગોળીની ડિઝાઇન ઘણી લિમિટેડ થઇ જાય છે. પણ આ પ્રમાણે બનાવવાથી તમે કોઇ પણ સાધન વાપર્યા વિના હાથથી જ સિમ્પલ ડિઝાઇન પણ તદ્દન ખૂબસૂરત લાગે એ રીતે બનાવી શકો છો.

જોઇશે માત્ર થોડાં ફૂલો
આ રંગોળી બનાવવા માટે તમારે કેટલાક ફૂલો (Flowers)ને પસંદ કરવાના રહેશે. એમાં તમે ગુલાબ, ગલગોટા, ચંપો (Rose, Marigold, Champo) કે અન્ય કોઇ સફેદ ફૂલ વાપરીને સુંદર ફૂલોની રંગોળી ફટાફટ બનાવી શકો છો. એમાં તમે લાલ અથવા ગુલાબી, સફેદ અને પીળા રંગનું સુંદર સંયોજન કરી શકો છો. તમારા ઘરે જો કોઇ ફૂલો ઊગતા હોય તો કામ આસાન થઇ જશે. આસપાસ તમે આસોપાલવના પાંદડા (Asopalav Leaf)ની કોર પણ રચી શકો છો એનાથી તમારી રંગોળીનો ઉઠાવ જોરદાર આવશે અને તદ્દન ‘હટ કે’ લાગશે અને મહેમાનો પણ ચકિત્ થઇ જશે!
