Dharma & Bhakti/ ધનતેરસે આ 2 રાશિઓનું ભાગ્ય ચમકશે…ખૂબ ધન મળશે…સુખ-સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ…

વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય દેવના આ ગોચરથી બે રાશિઓને મનવાંચ્છિત ફળ મળશે. તો ચાલો, આ સૂર્ય ગોચરથી કઇ રાશિઓને લાભ મળશે એ વિશે જાણીશું…

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: દિવાળી (Diwali, 2025) આસો માસમાં આવે છે અને આ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે 18 ઓક્ટોબરે ધનતેરસ (Dhanteras) મનાવવામાં આવશે. ધનતેરસના બરાબર એક દિવસ અગાઉ સૂર્યનું રાશિ પરિવર્તન થશે જે બે રાશિઓ માટે શુભ સાબિત થશે.

ધનતેરસ 18 ઓક્ટોબરે (18 October) આવશે અને એના કેવળ એક દિવસ અગાઇ જ સૂર્ય ગ્રહનું રાશિ પરિવર્તન થશે. સૂર્યનું આ ગોચર લાભદાયક સિદ્ધ થશે. આ ગોચર અગિયારસના દિવસે થવા જઇ રહ્યું છે. આ દિવસે રમા એકાદશી (Rama Ekadashi) હોવાથી માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ (Lakshmi-Vishnu)નું પૂજન કરવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય દેવના આ ગોચરથી બે રાશિઓને મનવાંચ્છિત ફળ મળશે. તો ચાલો, આ સૂર્ય ગોચરનો સમય અને એનાથી કઇ રાશિઓને લાભ મળશે એ વિશે જણાવીશું.

સૂર્ય ગોચર 2025

સૂર્ય ગ્રહનું ગોચર (Surya Gochar) તુલા રાશિમાં થવા જઇ રહ્યું છે. 17 ઓક્ટોબરના રોજ 1 વાગીને 53 મિનિટે સૂર્ય તુલા રાશિમાં ગોચર કરશે અને આ ગોચરથી અનેક રાશિઓને ફાયદો થશે. ખાસ કરીને ધનતેરસના દિવસે, આ બે રાશિને મોટો લાભ થવા જઇ રહ્યો છે. તો ચાલો જાણીશું, આ રાશિઓ કઇ છે?

કન્યા રાશિ

કન્યા રાશિ (Kanya Rashi)ના જાતકોના ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને ધનલાભ પણ થશે. વ્યવસાયમાં બેવડો નફો થઇ શકે છે. તમે વાહન પણ ખરીદી શકો છો. આ ઉપરાંત, ધનતેરસે તમે સોના-ચાંદીના આભૂષણો (Gold-Silver) પણ ખરીદી શકો છો.

ધનુ રાશિ

ધનુ રાશિ (Dhanu Rashi) વાળા જાતકોને સૂર્ય દેવની કૃપાથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. શત્રુઓ પર વિજય મળશે અને રોકાણોથી લાભ મળશે. માન-સન્માનમાં વધારો થશે. તમારા ઘરે મહેમાનોનું આગમન થઇ શકે છે. આ ઉપરાંત, નોકરીમાં કોઇ મુશ્કેલીઓ આવી રહી હોય તો એ પણ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: