Tech News/ કોઇ પણ રેન્ડમ નંબરને સેવ કરવાનું બંધ કરો!! WhatsApp માં કૉન્ટેક્ટ સેવ કર્યા વિના ચૅટ સેવ કરો..!

WhatsApp માં એવી ઘણી સરળ ટ્રિક્સ છે જેથી તમે નંબર સેવ કર્યા વિના જ ચૅટ શરુ કરી શકો છો…ઘણા લોકોનો નંબર સેવ કરવાનું યોગ્ય લાગતું નથી પણ કમને…

Trending Tech & Auto

Tech News: ધણી વાર તમારે કોઇ ડિલીવરી એજન્ટ (Delivery Agent), દુકાનદાર (Shop Keeper), કૅબ ડ્રાઇવર (Cab Driver) કે કોઇ છૂટક કામ કરનાર પ્લમ્બર, કામવાળા કે અન્ય વ્યવસાય કરનારી વ્યક્તિઓને કેવળ એક જ મેસેજ (Message) મોકલવો હોય ત્યારે એ લોકોનો નંબર (Contact Number) સેવ (Save) કરવાનું યોગ્ય લાગતું નથી પણ કમને સેવ કરવો પડે છે! હવે ચિંતા છોડી દો…WhatsApp માં એવી ઘણી સરળ ટ્રિક્સ છે જેથી તમે નંબર સેવ કર્યા વિના જ ચૅટ (Chat) શરુ કરી શકો છો. તો ચાલો જાણીએ એ યુક્તિ (Trick) વિશે…

WhatsApp માં નંબર સેવ કર્યા વિના શી રીતે કરશો મેસેજ?

સરળ ટ્રિક

WhatsApp ની ‘Click to Chat’ લિંકનો ઉપયોગ કરો.

સોશિયલ મિડીયામાં વોટ્સએપ (WhatsApp) નું એક ઑફિશિયલ ટૂલ (Tool) છે જેનું નામ છે, ‘Click to Chat’… આ ટૂલ કોઇ પણ નંબર સાથે અસરકારક સિદ્ધ થયેલું છે.

સ્ટૅપ્સ

1. સૌપ્રથમ પોતાનું બ્રાઉઝર ખોલો. (Chrome/Safari)

2. ત્યાર બાદ, URL બારમાં આ ટાઇપ કરો- https://wa.me/phone-number

3. ફોન નંબરની જગ્યાએ પૂરો મોબાઇલ નંબર કંટ્રી કોડ સહિત લખો.

4. જેમ કે, ભારતના નંબર માટે લખો- https://wa.me/91XXXXXXXXXX

5. હવે Continue to Chat પર ટૅપ કરો અને WhatsApp સીધું જ, એ નંબર સાથે ખૂલી જશે!

આ સૌથી આસાન અને યુનિવર્સલ પદ્ધતિ છે. Android, iPhone અને WhatsApp Web, આ તમામ માટે આ રીત કારગર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Google Pay, PhonePe વપરાશકર્તાઓ અંગે RBI ગવર્નરે આપ્યું આ મહત્વપૂર્ણ નિવેદન

આ પણ વાંચો: EDએ GOOGLE અને METAને ફરી હાજર થવા માટે મોકલી નોટિસ , 21 જુલાઈએ હાજર થયા નહીં!

આ પણ વાંચો: EDદ્વારા Google અને Metaને મોકલાય નોટીસ,ઓનલાઈન બેટિંગ એપ કેસ અંગે થશે પૂછપરછ !