Not Set/ ભારતી એરટેલ, વોડાફોન સહિત આઈડિયાને પછાડી Jio બની નંબર 1 ઓપરેટર કંપની

ટેલીકોમ નિયામક સંસ્થા ટ્રાઇએ જાહેર કરેલા લેટેસ્ટ નાણાકીય આંકડાં મુજબ, ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી જૂનનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવકની દ્રષ્ટિએ રીલાયન્સ જિઓએ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને પાછળ રાખી દીધી છે. એટલું જ નહીં કંપનીએ વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર ચાલુ વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 10,900 કરોડની કમાણી કરીને ટેલીકોમ સેવાઓમાંથી સૌથી […]

Tech & Auto

ટેલીકોમ નિયામક સંસ્થા ટ્રાઇએ જાહેર કરેલા લેટેસ્ટ નાણાકીય આંકડાં મુજબ, ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી જૂનનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવકની દ્રષ્ટિએ રીલાયન્સ જિઓએ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને પાછળ રાખી દીધી છે. એટલું જ નહીં કંપનીએ વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર ચાલુ વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 10,900 કરોડની કમાણી કરીને ટેલીકોમ સેવાઓમાંથી સૌથી વધુ કમાણી કરનારી કંપની એટલે કે નંબર 1 ઓપરેટર બની ગઈ છે.

આજે દેશમાં કોઇ એવો વ્યક્તિ નહી હોય કે જેની પાસે Jio નું કનેક્શન ન હોય. કંપનીએ થોડા જ સમયમાં આભ આંબી લીધુ છે. આજે તેની સરખામણીમાં કોઇ ટેલિકોમ કંપનીઓ દેખાઇ રહી નથી. જે આઈડિયા, વોડાફોન અને એરટેલનાં કસ્ટમર હતા તે પણ આજે Jio નાં કાર્ડ સાથે અનલિમિટેડ ઇન્ટરનેટની મજા માંણી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.