સરકાર સતત ડીજીટલ ઇન્ડિયા કેમ્પેનને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી રહી છે. આ માટે નવી એપ્સ પણ લોંચ કરવામાં આવી રહી છે. હાલમાં જ એમપાસપોર્ટ એપને અપડેટ કરવામાં આવી છે. જેથી નાગરિક દેશભરમાં કોઈ પણ જગ્યા પરથી પાસપોર્ટ માટે આવેદન કરી શકશે.
- ઇન્ડિયન પોલીસ એટ યોર કોલ એપ

આ એપની મદદથી નાગરિકો એમના લોકેશન મુજબ નજીકના પોલીસ સ્ટેશન વિશે જાણી શકે છે. આ એપમાં સૌથી નજીકના પોલીસ સ્ટેશનનો રૂટ સહીત બધી જાણકારી મળી શકે છે. આ ઉપરાંત આ એપ જીલ્લા કંટ્રોલ રૂમ અને એસપી ઓફિસનો નંબર પણ દર્શાવે છે.
- એમપરિવહન એપ

આ એપ દ્વારા યુઝર્સ એમનું ડ્રાઈવિંગ લાયસન્સ અને કાર/ટુ-વ્હીલર રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની ડીજીટલ કોપી બનાવી શકશે. નાગરિકો અહી પોતાની કાર રજીસ્ટ્રેશન ડીટેલ્સ સાથે સેકંડ હેન્ડ કારની ડીટેલ્સ પણ વેરીફાય કરી શકે છે.
- ઇન્ક્રેડીબલ ઇન્ડિયા એપ

ટુરીઝમ સાથે જોડાયેલી જાણકારીઓ અહી એક પ્લેટફોર્મ પર મળી જશે. ઇન્ટરનેશનલ અને ઘરેલુ બંને ટુરિસ્ટ અહી કોઈ શહેર અથવા ટુરિસ્ટ પ્લેસના લોકલ ટુર ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ, ટ્રાવેલ એજન્ટ્સ અને હોટલ વિશે જાણકારી મેળવી શકે છે.
- ઈ-પાઠશાળા એપ

એચઆરડી મંત્રાલય અને એનસીઈઆરટીએ આ એપ ડેવલપ કરી છે. ઈબુક્સ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા મોબાઈલ ફોન્સ, ટેબ્લેટ્સ અને ડેસ્કટોપ પર એક્સેસ કરી શકાશે. યુઝર્સ પટના ડીવાઈસના સ્ટોરેજ પ્રમાણે પુસ્તકો સ્ટોર કરી શકે છે.
- સ્ટાર્ટઅપ ઇન્ડિયા એપ

સ્ટાર્ટઅપ ઇન્ડિયા એપ ખાસ રીતે કારોબારીઓ માટે ડીઝાઈન કરવામાં આઈ છે. જેથી તેઓ સ્ટાર્ટઅપ ઈકો-સીસ્ટમ સાથે જોડાયેલી જાણકારી સમજી શકે. એપ દ્વારા યુઝર્સ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી સરકારી યોજનાઓ વિશે પણ જાણી શકે છે.
- MyGov એપ

આ એપ દ્વારા લોકો પોતાના આઈડિયા, સજેશન અને કમેન્ટ્સને મંત્રાલયો અને સંબંધિત સંગઠનો સુધી પહોચાડી શકે છે. યુઝર્સ આ એપ દ્વારા પોલીસી ફોર્મ્યુલેશન અને પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશનમાં પણ ભાગ લઇ શકે છે.
- એમપાસપોર્ટ સેવા

આ એપ દ્વારા પાસપોર્ટ એપ્લીકેશન સ્ટેટસ ટ્રેકિંગ, પાસપોર્ટ સેવા કેન્દ્ર વિશે જાણકારી અને પાસપોર્ટ સાથે જોડાયેલા બધી સેવાઓનો ઉપયોગ કઈ શકાશે. આ એપ દ્વારા નાગરિકો દેશભરમાં કોઈ પણ જગ્યા પરથી પાસપોર્ટ માટે આવેદન આપી શકશે.
- કિસાન સુવિધા એપ

આ એપ ખાસ કરીને ખેડૂતોની મદદ માટે બનાવવામાં આવી છે. જેથી એમને જરૂરી જાણકારી મળી શકે. આ એપ દ્વારા ખેડૂતો મોસમ, બજાર કિંમત અને પ્લાન્ટ પ્રોટેક્શન સહીત અન્ય ચીજોની જાણકારી મેળવી શકે છે.
- ડીજીસેવક એપ

શ્રેષ્ઠ ભારત બનાવવામાં આપ યોગદાન આપવા માંગો છો? તો આ એપ આપના માટે છે. લોકોની સ્કીલ્સ અને ઇન્ટરેસ્ટના આધાર પર, ઈચ્છુક યુઝર્સ કેટલાક કામ માટે પોતાનું યોગદાન આપી શકે છે.
- સીવિજીલ એપ

ચુંટણી આયોગ દ્વારા સીવિજીલ એપ લોંચ કરવામાં આવી છે. આ એપ દ્વારા ચુંટણી દરમિયાન ચાલતી ગેર-કાનૂની ગતિવિધિઓ અથવા નફરત ભરેલી વાતોનો વીડિઓ અથવા ફોટો શેર કરી શકે છે.
