Mehsana News/ ઓડિયો વિવાદ બાદ MLA સી.જે. ચાવડાની ઠાકોર સમાજ પાસે માફી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી દિલગીરી

વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા (CJ Chavda Audio Controversy)એ વાયરલ ઓડિયો ક્લિપ વિવાદ બાદ ઠાકોર સમાજની જાહેરમાં માફી માગી. સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરી કહ્યું- ‘મારી નીતિ-રીતિથી આપ પરિચિત છો, છતાં લાગણી દુભાઈ હોય તો ક્ષમા ચાહું છું.’

Top Stories Gujarat Others Breaking News
CJ Chavda Audio Controversy:ઓડિયો વિવાદ બાદ ચાવડાની માફી

Mehsana News: મહેસાણા જિલ્લાના વિજાપુર બેઠકના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા (CJ Chavda Audio Controversy ) સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપને લઈને ઉભા થયેલા વિવાદ બાદ હવે જાહેરમાં માફી માંગતા જોવા મળ્યા છે. ઠાકોર સમાજમાં ઉભી થયેલી નારાજગી વચ્ચે ધારાસભ્યે સોશિયલ મીડિયા મારફતે સત્તાવાર નિવેદન જાહેર કરી દિલગીરી વ્યક્ત કરી છે.

CJ Chavda Audio Controversy:લાગણી દુભાઈ હોય તો ક્ષમા ચાહું છું

ડૉ. સી.જે. ચાવડા (CJ Chavda Audio Controversy)એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “આપ સૌ મારી નીતિ-રીતિથી સારી રીતે પરિચિત છો. તેમ છતાં, જો આ ઘટનાથી સમાજની લાગણી દુભાઈ હોય અને કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમા ચાહું છું.”

તેમણે વધુમાં જણાવ્યું કે ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રત્યે તેમના હૃદયમાં બાળપણથી જ આદર અને ગૌરવની ભાવના રહી છે અને જીવનભર રહેશે. સમાજના ભાઈઓ-બહેનો સમક્ષ કોઈ પણ પ્રકારના સંકોચ વિના દિલગીરી વ્યક્ત કરીને તેમણે સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ અંગે પણ ધારાસભ્યે સ્પષ્ટતા કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આ ઓડિયો ક્લિપ ક્યારે અને કોણે તૈયાર કરી તેમજ તે પાછળની વાસ્તવિક સચ્ચાઈ શું છે તેની તપાસ હાલમાં ચાલી રહી છે.

વાયરલ ઓડિયો બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની હતી. ઠાકોર સમાજના કેટલાક આગેવાનો દ્વારા પણ આ મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્યે જાહેર માફી માગતા સમગ્ર મામલો હવે રાજકીય રીતે પણ ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો:કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા 2 કરોડ મળ્યાનો કથિત દાવો, સી.જે. ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ

આ પણ વાંચો:કોંગ્રેસના સિનિયર નેતા સી.જે. ચાવડાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો:જમીન અને માનવીનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરીઃ સીએમ ભુપેન્દ્ર પટેલ