મહારાષ્ટ્ર,
લોકસભાની ચુંટણી શરૂ ગઇ છે ત્યારે નેતાઓની ભાષાનું સ્તર પણ ઘટી રહ્યુ છે. મહારાષ્ટ્રનાં ઝલાનામાં ચુંટણી પ્રચાર કરતા સમયે બીજેપીની ઉમેદવાર પંકજા મુંડેએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે. આ નિવેદન તેણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે આપ્યુ છે. પંકજા મુંડેએ કહ્યુ, સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહેલા રાહુલ ગાંધીનાં ગળામાં બોમ્બ લટકાવી તેમને ત્યા(પાકિસ્તાન) મોકલી દો.
Maharashtra Min Pankaja Munde:We did surgical strike after cowardly attack on our soldiers.Some ppl ask what was surgical strike&what's the evidence?I say we should've attached a bomb to Rahul Gandhi&should have sent him to another country. Then they would have understood.(21.04) pic.twitter.com/KU96yAzoFD
— ANI (@ANI) April 22, 2019
વિવાદિત નિવેદન પર લગામ લગાવવામાં સત્તાધારી પાર્ટી પૂરી રીતે ફેઇલ સાબિત થઇ રહી છે. આજે મહારાષ્ટ્રનાં ઝલાનામાં ચુંટણી પ્રચાર દરમિયાન બીજેપીનાં ઉમેદવાર પંકજા મુંડેએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા મોટુ નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધીનાં સર્જીકલ સ્ટ્રાઇક પર સરકાર પર સતત સવાલને લઇને હવે પંકજા મુંડે એક્શનમાં આવી ગયા છે. તેમણે કહ્યુ કે, રાહુલ ગાંધીને ગળામાં બોમ્બ લટકાવી ત્યા(પાકિસ્તાન) મોકલી દેવો જોઇએ. કોઇપણ આજે ઉભા થઇ નરેન્દ્ર મોદીને સવાલ કરવા લાગે છે. સર્જીકલ સ્ટ્રાઇક પર અવાર-નવાર પીએમ મોદી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, ઘણીવાર પુછે છે કે સર્જીકલ સ્ટ્રાઇક ક્યા થઇ?, આ સ્ટ્રાઇકમાં કેટલા લોકો માર્યા ગયા?
પંકજા મુંડેએ કહ્યુ કે, રાહુલ ગાંધીનાં ગળામાં બોમ્બ લટકાવો અને હેલિકોપ્ટરથી તેમને ફેંકી દો. આ લોકો સતત આપણી આર્મીનું અપમાન કરી રહ્યા છે. જોવાનું રહેશે કે પંકજા મુંડેનાં આ નિવેદન પર ચુંટણી પંચ શું કાર્યવાહી કરશે?
