Surendranagar News : વઢવાણ તાલુકા પંચાયત કચેરીના બે ટેકનિકલ આસીસ્ટંટ(આઉટસોર્સ)ની લાંચની માંગણી કરવા બદલ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ગુનો નોંધ્યો છે. વઢવાણ તાલુકા પંચાયત કચેરીમાં ટેક્નિકલ આસીસ્ટંટ(આઉટસોર્સ) તરીકે ફરજ બજાવતા પ્રતિક એ પીપળીયા અને દિનેશ જી બાવળીયા સામે એસીબીએ લાંચની માંગણીનો ગુનો નોંધ્યો છે. આ કેસની વિગત મુજબ દેવસિંગ કે.ગઢવી તથા અન્ય બે વ્યક્તિઓએ મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 2022-23માં નગરા ગામે આવેલી પોતાની ખેત જમીનમાં ખેત તલાવડીઓ બનાવવાના એક તલાવડીના રૂ.1,70,124 મજુર થયા હતા.
આ મંજુર થયેલી ત્રણેય તલાવડીની રકમના 50 ટકા લાંચની માંગણી ઉપરોક્ત બન્ને ટેકનિકલ આસીસ્ટંટે કરી હતી. ઉપરાંત તેમની વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ ફરિયાદ કરનારે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં આ રેકોર્ડિંગની પેનડ્રાઈન બનાવીને અરજી સાથે પનડ્રાઈવ રજૂ કરી હતી.
અરજીને આધારે એસીબીએ તપાસ કરતા પ્રાથમિત તપાસમાં બન્ને આરોપીઓએ અનુચિત લાભ મેળવવા માટે ગેરકાયદે લાંચની માંગણી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે તેમની વિરૂધ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચની માંગમી અંગેનો ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો:ગાંધીનગરના સરગાસન ખ રોડ પર કાર ડિવાઈડર સાથે અથડાતા 2નાં મોત, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ
આ પણ વાંચો:ગાંધીનગરમાં નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે બેઠક યોજાઈ
