Gujarat Budget session 2025 Live: ગુજરાતનું બજેટ (Gujarat Budget) બુધવારથી શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભા સત્ર દરમિયાન 20 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.સંસદીય અને કાયદાકીય બાબતોના રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સત્રના પ્રથમ દિવસે ગૃહને સંબોધિત કરશે.તેમણે કહ્યું કે, ‘નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે.’ તેમજ મહિના સુધી ચાલનારા સત્ર દરમિયાન ચાર બિલ રજૂ કરવામાં આવશે. આ સત્ર 28 માર્ચે સમાપ્ત થશે.પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ‘સરકાર ‘ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપી’ને રદ કરવા માટે બિલ લાવશે. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારાની દરખાસ્ત કરતું બીજું બિલ પણ ચર્ચા માટે લાવવામાં આવશે.તેમણે કહ્યું કે અન્ય બે બિલમાં હાલના GST એક્ટમાં સુધારો કરવાની દરખાસ્ત અને ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સ એક્ટને રદ્દ કરવાના બિલનો સમાવેશ થાય છે.
12:30 PM
આગામી દિવસોમાં બજેટ જાહેર થવાનું છે ત્યારે બજેટને લઈને મુખ્યમંત્રી અને નાણામંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. ત્યારે ગુજરાતના આગામી બજેટમાં મહત્વની જાહેરાતો થવાની આશા રાખવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બજેટમાં કરાયેલી જાહેરાતોમાં કેન્દ્રની જેમ રાજ્યમાં પણ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવવાની શક્યતા છે. આ સિવાય સરકાર ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો કરી શકે છે. નવા બજેટમાં સરકારનું ફોકસ ટુરીઝમ સેક્ટર પર રહેશે. જેમાં ઈવેન્ટ આધારિત ટુરીઝમ વિકસાવવાની જાહેરાત કરવામાં આવશે. ત્યારે સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગમાં નવા વિકાસ કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ તાજેતરમાં જાહેર કરાયેલી નવી નગરપાલિકાઓના વિકાસના કામોનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવશે. આ સિવાય સરકાર નવી ભરતી અને વિકાસ કાર્યો પર ધ્યાન આપશે. જેમાં આ વર્ષના બજેટનું કદ ગત વર્ષના બજેટ કરતા 10% વધુ હોવાની શક્યતા છે. ત્યારે મુખ્યમંત્રીએ નવા બજેટને મંજૂરી આપી હતી.
12:15 PM
ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ થઈ ગયો છે. જી હા… ગૃહ શરૂ થયા પહેલા જ સરકાર સામે દેખાવો કરી રહ્યા છે.આપને જણાવી દઈએ રાજકોટ CCTV કાંડ મામલે પણ કોંગ્રેસ વિધાનસભા પગથિયા બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે.તેમજ આ સાથેજ ગુજરાતીઓને હથકડી સાથે ડિપોર્ટ કરવાને મામલે વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ ભરતી કૌભાંડ મુદ્દે પણ કોંગ્રસનું વિરોધ પ્રદર્શન કરી રહી છે એટલુજ નહીં અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો આ વિરોધ કર્યો છે.
આ પણ વાંચો:રેલ્વે મંત્રીનું મોટું નિવેદન, રેલ્વે બજેટમાં ગુજરાતને 17,155 કરોડ રૂપિયાની ફાળવણી
આ પણ વાંચો:બજેટ પહેલા ગુજરાતના આ ધારાસભ્યએ સરકાર પાસે ખેડૂતો માટે કરી મોટી માંગ