Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડીથી નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં 4 જવાનોના મોત થયા હતા અને 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ‘સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે અકસ્માત નડ્યો જ્યારે ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો.
ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 3 જવાન શહીદ થયા અને 3 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે. છેલ્લા 20 દિવસમાં આ ત્રીજો કિસ્સો છે જ્યારે સેનાના વાહનને અકસ્માત થયો હોય. અગાઉ 24 ડિસેમ્બરના રોજ, સેનાનું એક વાહન રસ્તા પરથી લપસી ગયું હતું અને પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 5 જવાનોના મોત થયા હતા અને ડ્રાઈવર સહિત 5 અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સેનાએ આ માર્ગ અકસ્માત અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘2.5 ટન વજનનું વાહન, જે છ વાહનોના કાફલાનો ભાગ હતું, તે પુંછ નજીક ઓપરેશનલ ટ્રેક પર જતા સમયે રસ્તા પરથી ઉતરી ગયું અને ખાડામાં પડી ગયું.’ બાંદીપોરામાં જ 15મી ડિસેમ્બરે સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. આ વાહન બાંદીપોરાથી ગુરેઝ તરફ જઈ રહ્યું હતું ત્યારે જેડખુસી નાળા પાસે તેનો અકસ્માત થયો હતો, જેમાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ સ્વાતિ માલીવાલ મામલે દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય, ઓળખ જાહેર કરતી મીડિયા સામેનો PILનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ પટના હાઈકોર્ટનો મોટો નિર્ણય, અનામત 50% થી વધારીને 65% કરવાનો કાયદો રદ્દ કર્યો
