Mehsana News/ કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા 2 કરોડ મળ્યાનો કથિત દાવો, સી.જે. ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ

મહેસાણા જિલ્લામાં ભાજપના નેતાઓની કથિત ઓડિયો ક્લિપો વાયરલ થવાનો સિલસિલો યથાવત છે. હવે વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા (CJ Chavda Audio Clip)ની હોવાનું કહેવાતી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

Top Stories Gujarat Others Breaking News
ભાજપમાં ફંડિંગ પર સ્ફોટક દાવો! CJ Chavda Audio Clip વાયરલ

Mehsana News: મહેસાણા જિલ્લાની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ ઓડિયો ક્લિપો ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યસભા સાંસદ મયંક નાયક અંગેની કથિત ઓડિયો ક્લિપ બાદ હવે વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા (CJ Chavda Audio Clip)ની હોવાનું કહેવાતી નવી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લિપમાં ચૂંટણી દરમિયાન નાણાંની લેવડદેવડ, મતદારોને પ્રભાવિત કરવા માટે પૈસા આપવાની ચર્ચા અને પક્ષ પલટા સમયે મળેલા ફંડ અંગે ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

“મત માટે પૈસા આપ્યા”નો કથિત દાવો

વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ (CJ Chavda Audio Clip)માં ચૂંટણી દરમિયાન મત મેળવવા માટે પૈસાની વહેંચણી કરવામાં આવી હોવાનો દાવો સંભળાઈ રહ્યો છે.ક્લિપમાં એવું પણ કહેવાતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે કે મતદારોને પૈસા આપીને મતો મેળવવામાં આવ્યા હતા. આ દાવાઓ સામે આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

“કોંગ્રેસમાંથી આવ્યો ત્યારે 2 કરોડ મળ્યા”

કથિત ઓડિયો ક્લિપમાં પક્ષપલટા અને ચૂંટણી ફંડ અંગે પણ મોટા ખુલાસા થયાનો દાવો છે.ક્લિપમાં એવો ઉલ્લેખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ વિધાનસભા ચૂંટણી માટે બે કરોડ રૂપિયા મળ્યા હતા. અન્ય ઉમેદવારોને સામાન્ય રીતે ઓછું ફંડ મળતું હોવાનું પણ કથિત રીતે કહેવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની પણ ચર્ચા

વાયરલ ક્લિપમાં તાલુકા પંચાયત સ્તરની ચૂંટણી માટેની વ્યૂહરચનાનો પણ ઉલ્લેખ હોવાનું કહેવાય છે. કેટલાક ઉમેદવારોને આર્થિક સહાયરૂપે 50 હજાર રૂપિયા આપવાની ચર્ચા પણ સંભળાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ ઓડિયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયની હોઈ શકે છે.

કોંગ્રેસે ભાજપ પર કર્યા આક્ષેપ

આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ભાજપ દ્વારા વર્ષોથી ધનબળ, દબાણ અને લાલચનો ઉપયોગ કરીને અન્ય પક્ષના આગેવાનોને તોડવાની રાજનીતિ કરવામાં આવે છે.તેમણે કહ્યું કે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ (CJ Chavda Audio Clip)ની સત્યતા સામે આવવી જોઈએ અને જો તેમાં કરાયેલા દાવા સાચા હોય તો તે લોકશાહી માટે ગંભીર ચિંતા છે.

કોણ છે સી.જે. ચાવડા (CJ Chavda Audio Clip)?

સી.જે. ચાવડા (CJ Chavda Audio Clip) રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા ગુજરાત સરકારમાં અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. બાદમાં તેઓ રાજકારણમાં સક્રિય થયા અને વર્ષ 2002માં ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીતી હતી.2017માં ફરી વિધાનસભામાં પહોંચ્યા બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ અમિત શાહ સામે ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. ત્યારબાદ 2024માં ભાજપમાં જોડાઈ વિજાપુર બેઠક પરથી પેટાચૂંટણી જીતી ફરી વિધાનસભામાં પહોંચ્યા હતા.


આ પણ વાંચો:કોંગ્રેસના સિનિયર નેતા સી.જે. ચાવડાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો:કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનું શું આવશે પરિણામ?

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા થયા રવાના, રાજકીય વર્તુળોમાં PM સાથે મુલાકાત અંગે ચર્ચાઓ તેજ