Not Set/ કચ્છ/ ગાંધીધામમાંથી સળગેલી હાલતમાં લાશ મળી, 10 દિવસ પૂર્વે ગુમ થઇ હતી આ વ્યક્તિ

ગુજરાત કોનું તે પ્રશ્ન ચોક્કસ પણે પ્રજામાં ચર્ચાઇ રહ્યો છે. અને ગુજરાતમાં બીજો કોઇ વિકાસ થયો કે કેમ તે બીજી વાત છે પણ જંગલીયતનો વિકાસ ચોક્કસ થયો હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.  પાછલા થોડા દિવસોથી ક્રાઇમ રેટ ઇશરોનાં રોકેટ જેટલી ગતીથી વઘી રહ્યો હોય તેવી દુર્ભાગ્ય પૂર્ણ એક પછી એક ઘટના સામે આવી રહી […]

Gujarat Others

ગુજરાત કોનું તે પ્રશ્ન ચોક્કસ પણે પ્રજામાં ચર્ચાઇ રહ્યો છે. અને ગુજરાતમાં બીજો કોઇ વિકાસ થયો કે કેમ તે બીજી વાત છે પણ જંગલીયતનો વિકાસ ચોક્કસ થયો હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.  પાછલા થોડા દિવસોથી ક્રાઇમ રેટ ઇશરોનાં રોકેટ જેટલી ગતીથી વઘી રહ્યો હોય તેવી દુર્ભાગ્ય પૂર્ણ એક પછી એક ઘટના સામે આવી રહી છે.

ક્યાંક લૂંટ, ક્યાંક અપહરણ, ક્યાંક વ્યાજાતંક, ક્યાંક રેપ, ક્યાંક હત્યા, ક્યાંક બાબાની કામલિલા, ક્યાંક ગેંગરેપ અને તે પણ ઉપારા છાપરી અને રોજે રોજ બનતી ઘટનાની જેમ. ગુનેગારોમાં પોલીસનો કોઇ ડર રહ્યો જ નથી તેવી ઘટના પણ સામે આવી છે, ઘણા કિસ્સામાં તો ગુનાખોરો ખુદ નકલી પોલીસ બની ગુનો આચરતા હોવાનું સામે આવી રહ્યું છે. તો ફરી પાછી કચ્છની ઘરા પર રક્ત રોળાયું છે.

કચ્છનાં ગાંધીધામમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવી છે. મૃતદેહ દાદા ભગવાનનાં મેદાનમાંથી મળી આવતા ચકચાક મચી જવા  પામ્યો છે. જે વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, તે વ્યક્તિ 10 દિવસ પૂર્વે ગુમ થયેલા હોવાનું સામે આવી રહ્યું છે. ગુમ થયેલી વ્યક્તિનો મૃતદેહ મળી આવતૈ પોલીસ પણ સફાળો જગી ગઇ હતો અને પોલીસ કાફલો ઘટનસ્થળે દોડી ગયો હતો.  આ રીતે ગુમ થયેલી વ્યક્તિનો મૃતદેહ મળ્યો હોવાથી લોકોમાં ચર્ચા જોવા માળી રહી છે કે આ હત્યા છે કે આત્મહત્યા, જો કે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.