મોરબીના વિસીપરામાં સ્મશાન નજીક આવેલ મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરવામાં આવી હોય જે ચોરીની તપાસ ચલાવતા પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે
વિસીપરા સ્મશાન પાછળ મેલડીમાં મંદિર દાનપેટીમાંથી આશરે ૨૦૦૦ ની રોકડ રકમ ચોરી થઇ હોય જેની ફરિયાદ નોંધી બી ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હતી જેમાં બી ડીવીઝન ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી સુનીલ ભરત અગેચણીયા (ઉ.વ.૨૩) રહે વિસીપરા મોરબી અને નરેશ જયદેવ લાંબા (ઉ.વ.૨૨) રહે વિસીપરા ગુલાબનગર વાળાને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા ચોરીની કબુલાત આપી હતી
જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ વી એલ પટેલ, પીએસઆઈ એ એ જાડેજા, ડી એચ બાવળીયા, બી આર ખટાણા, વી એમ ચાવડા, એન એમ ગોસ્વામી, રમેશભાઈ રાયધનભાઈ, દેવસીભાઈ ડુંગરભાઇ, ભગીરથભાઈ દાદુભાઈ અને શક્તિસિંહ કિશોરસિંહ સહિતની ટીમ જોડાયેલ હતી
