Lifestyle/ દિવાળીએ આ રેસિપીથી રસઝરતાં, પોચાં અને સ્વાદિષ્ટ માલપુઆ બનાવો, આ ટ્રિક અજમાવો…

જ્યારે પરંપરાગત મીઠાઈઓની વાત આવે ત્યારે લાપસી, મોહનથાળ, મગસ, શીરો અને માલપુઆને કેમ ભૂલાય? આ એક પારંપરિક મીઠાઈ છે જે બનતી હોય ત્યારે મહેકથી…

Trending festival Food Lifestyle

Lifestyle: દિવાળીના તહેવાર (Diwali Festival)ના પાંચેય દિવસ સુધી બધાના ઘરે નાસ્તા અને મીઠાઇઓ બનાવવાનો ધમધમાટ ચાલતો હશે. અમે લઇને આવ્યા છીએ, ઘણા ઓછા સમયમાં ઘરે જ સ્વાદ સભર માલપુઆ (Malpua) બનાવવા માટેની ઇન્સન્ટ રેસિપી…જેમાં તમે ઘરે જ મસ્ત મજાના માલપુઆ બનાવી શકો છો.

પ્રકાશનું પર્વ દિવાળી ઘર સજાવટનું જ નહિં પણ, સ્વાદિષ્ટ ખાણી-પીણીનું પણ પર્વ છે. ચોમાસું વિદાય લેતાં જ જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થઇ જાય છે અને મીઠાઇ, નાસ્તા અને ભાત-ભાતના ભોજન ગ્રહણ કરવાની શરુઆત પણ દિવાળીના તહેવારથી જ થાય છે. જ્યારે પરંપરાગત મીઠાઈઓ (Traditional Sweets)ની વાત આવે ત્યારે લાપસી, મોહનથાળ, મગસ, શીરો અને માલપુઆને કેમ ભૂલાય? આ એક પારંપરિક મીઠાઈ છે જે બનતી હોય ત્યારે આખું ઘર મહેકથી મઘમઘી ઉઠે છે. એમાં પણ રસઝરતાં પોચાં-પોચાં, રુ જેવા માલપુઆ ખાવા કોને ન ગમે! એનો સ્વાદ અને સુગંધથી ઘરના સભ્યો કે મહેમાનો તમામ ખુશ થઇ જાય છે. આજે અમે તમને માલપુઆની એવી સ્વાદિષ્ટ અને આસાન રેસિપી જણાવીશું કે જેને ફટાફટ તૈયાર કરીને તમે દિવાળીનો આનંદ પણ લઇ શકશો. તો ચાલો, જાણી લઇએ સ્વાદિષ્ટ માલપુઆની ઇન્સન્ટ રેસિપી (Instant Recipe) વિશે…

માલપુઆ શી રીતે બનાવશો?

માલપુઆ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

સામગ્રી

250 ગ્રામ માવો

150 ગ્રામ મેંદો

2 ચમચી સોજી

100 ગ્રામ ખાંડ

4 ટી સ્પૂન દેશી ઘી

1 નાની ચમચી ખાવાનો સોડા

અધકચરી વરિયાળી

ઇલાયચી પાઉડર

પિસ્તાની કતરણ

5-6 કેસરના તાંતણા

આવશ્યકતા મુજબ દૂધ કે પાણી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 250 ગ્રામ માવો (Milk Mawa), 150 ગ્રામ મેંદો (Maida) અને 2 મોટી ચમચી સોજી (Suji) મિક્સ કરીને એને સારી રીતે મિક્સ કરી લો.

2. હવે આ મિશ્રણમાં અડધો ગ્લાસ પાણી મિક્સ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. અહિં પાણીની જગ્યાએ તમે દૂધ (Milk) પણ વાપરી શકો છો.

3. એક મોટા બાઉલમાં આ મિશ્રણને કાઢી લેવું. હવે એમાં 1 નાની ચમચી ખાવાનો સોડા, વરિયાળી, પિસ્તા અને ઇલાયચી પાઉડર (Cardamom Powder) મિક્સ કરી લો અને 15 મિનિટ ઢાંકીને રહેવા દો.

4. હવે એક તારની ચાસણી (Chashni) બનાવી લો. એના માટે તમને અડધો લિટર પાણી અને ખાંડ (Sugar) મિક્સ કરીને ફાસ્ટ ફ્લેઇમ પર ગૅસ પર રાખવું. વચ્ચે હલાવતા રહેવું.

5. ચાસણીને સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં કેસર અને ઇલાયચી પાઉડર મિક્સ કરવો. ચાસણીમાં એક તાર બને એટલે તરત ગૅસની ફ્લેઇમ બંધ કરી દો.

6. હવે માલપુઆના મિશ્રણને એકવાર સારી રીતે ફેંટી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. એમાં કડછી વડે મિશ્રણ લઇને એને ગરમ ઘીમાં ઉમેરો.

7. માલપુઆને બંને સાઇડથી સોનેરી થાય ત્યાં સુધી સારી રીતે પકાવી લો. તમે ઇચ્છો તો એને ઘીમાં શૅલો ફ્રાય પણ કરી શકો છો.

8. હવે એને ચાસણીમાં ડીપ કરીને થોડી સેકન્ડ્સમાં કાઢી લેવા. એને એક પ્લેટમાં કાઢીને પિસ્તાની કતરણથી સજાવી લો. ગરમાગરમ માલપુઆ સર્વ કરવા માટે તૈયાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…

આ પણ વાંચો:ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…

આ પણ વાંચો:દિવાળીએ ઘરે જ બનાવો ટેસ્ટી-હૅલ્ધી કરારા મગ દાળ સમોસા, ફટાફટ રેસિપી..!