Not Set/ ગોમતીપુરમાં સિલ્વર ફ્લેટ ભયજનક સ્થિતિમાં, ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય, 20 મકાનો કરાયા ખાલી

અમદાવાદ, અમદાવાદમાં  પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી છે. ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે જગ્યાએ જમીન બેસી જતા આસપાસના  મકાનો ખાલી કરાવવા પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા મેટ્રોના અધિકારીઓ દોડી આવ્યા હતા. તંત્રએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે આસપાસનામકાનો ખાલી કરાવી દીધા હતા. મળતી માહિતી અનુસાર, શહેરના […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદમાં  પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી છે. ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે જગ્યાએ જમીન બેસી જતા આસપાસના  મકાનો ખાલી કરાવવા પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા મેટ્રોના અધિકારીઓ દોડી આવ્યા હતા.

તંત્રએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે આસપાસનામકાનો ખાલી કરાવી દીધા હતા.

મળતી માહિતી અનુસાર, શહેરના ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે સિલ્વર ફ્લેટ નજીક જમીન બેસી જવાના કારણે મેટ્રોના અધિકારીઓ દોડી ગયા છે.

તંત્રએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે આસપાસના 20 જેટલા મકાનો ખાલી કરાવી દીધા છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.

શનિવારે હાટકેશ્વર રિંગ રોડ પરના મોડલ રોડ પર 100 મીટરના અંતરે બે ભુવા પડ્યા છે. એક ભુવો ભાઈપુરાના અંબા માતાજીના મંદિર સામે અને બીજો ભુવો શીતળા માતાજીના મંદિર સામે પડ્યો છે. શીતાળા માતાજીના મંદિર સામે અઠવાડિયામાં બીજી વખત ભુવો પડ્યો છે. આ ભુવો પડ્યો ત્યાં કોર્પોરેટરનું ઘર અને દુકાન આવેલી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ ભુવા પડી રહ્યા છે. ત્યારે તંત્રની પ્રિ-મોનસૂન પ્લાનની એક પછી એક જગ્યાએ પોલ ખૂલી રહી છે.