Lifestyle: ડાયાબિટીસના દર્દીઓ (Diabetic Patients) મોટાભાગે એવું વિચારે છે કે સવારના નાસ્તા (Breakfast)માં શું ખાઇએ કે જેથી બ્લડ શુગર વધે નહિં…જો તમને હાઈ બ્લડ શુગરની સમસ્યા હોય તો ખાવા-પીવાના મામલે સજાગ રહેવું જરુરી છે. સવારની શરુઆત ઓછા ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વાળા ફૂડ (Law Glycemic Index Food) ખાઇને કરવાથી રક્ત શર્કરા કંટ્રોલમાં રહે છે.
વાસ્તવમાં આ રોગ હોય તો સમજી વિચારીને નાસ્તો કરવા નહિં તો બ્લડ શુગર (Blood Sugar) તરત જ વધવા લાગે છે! ડાયાબિટીસના દર્દીઓ મોટાભાગે એવું વિચારે છે કે સવારમાં શું ખાઇએ કે જેથી બ્લડ શુગર વધે નહિં…આ સંજોગોમાં એક્સપર્ટ ડાયાટિશિયન (Dietician) મધુપ્રમેહના દર્દીઓને સલાહ આપે છે કે, ઓછા ગ્લાઇસેમિક યુક્ત ફૂડનું સેવન કરવું અને ખાસ કરીને દિવસની શરુઆતમાં એવો જ નાસ્તો કરવો કે, જેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય! અહિં તમને એવા નાસ્તા વિશે જણાવીશું કે જે આ પ્રકારના આહારમાં સમાવિષ્ટ છે…
ડાયાબિટીસના દર્દીઓ માટે પરફેક્ટ બ્રેકફાસ્ટ (Breakfast for Diabetic Patients)
ડાયાબિટીસના દર્દીઓએ આ 4 લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વાળા નાસ્તાથી દિવસની શરુઆત કરવી. આવા 5 નાસ્તા છે જેને તમે અવશ્ય બ્રેકફાસ્ટ કે ડિનરમાં આરોગી શકો છો.

1. બેસનના ચીલા (Besan Chilla)
ચણાનો લોટ કે બેસન, જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને એ પ્રોટીન તથા ફાઇબરથી ભરપૂર પણ હોય છે. એમાં તમારી મનપસંદ શાકભાજી જેવી કે, ડુંગળી, પાલખ, દૂધી વગેરે મિક્સ કરવાથી એની માત્રા અને પોષક તત્વો વધી જાય છે. ઓછામાં ઓછા તેલમાં એને રાંધવું જેથી આ નાસ્તાથી પેટ પણ ભરાઇ જાય અને શુગર લેવલ અચાનક વધે એના ભય વિના તમે એને ખાઇ શકો અને દિનભર એનર્જી પણ મળતી રહે!

2. મગ દાળ ચીલા (Moong Dal Chilla)
મગની દાળનો પણ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને એ પ્લાન્ટ પ્રોટીનથી ભરપૂર પેટને સંતોષ આપનાર નાસ્તો છે. જ્યારે એને દહીં અથવા તો તાજા ફુદીનાની ચટણી સાથે ખાવામાં આવે ત્યારે એ પાચનને પણ બહેતર બનાવે છે અને બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે. ઉત્તમ પરિણામો માટે મગની દાળને ઘરે જ પલાળીને વાટવી, બજારમાંથી તૈયાર ખીરું લાવવાનું ટાળવું!

3. સ્પ્રાઉટ્સ સલાડ (Sprouts Salad)
મિક્સ સ્પ્રાઉટ્સ અથવા તો અંકુરિત મગમાંથી ફાઇબર અને પ્રોટીન વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. એમાં લીંબુનો રસ, સ્વાદાનુસાર મીઠું ઉપરાંત, કાકડી અને ડુંગળીને સમારીને મિક્સ કરીને ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. જો તમે કંઇક ગરમ ખાવા ઇચ્છતા હો તો ફણગાવેલા કઠોળને હળવા સ્ટીમ કરી લો અને એમાં મગફળી, મનપસંદ બીજ જેવા કે તલ, ચિયા સિડ્સ તથા ડુંગળી, ટમેટા કે કાકડી વગેરે શાકભાજી મિક્સ કરીને ખાઓ!

4. શાકભાજી સાથે ઈંડા (Eggs with Vegetables)
સામાન્ય રીતે, ઇંડા બ્લડ શુગરને વધારતા નથી, અને એ ખાવાથી લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગે છે. એમને સફેદ ટોસ્ટ કે બ્રેડની સાથે ખાવા કરતા સહેજ ફ્રાય કે બોઇલ કરેલી શાકભાજી સાથે ખાવા બહેતર રહેશે. આ માટે સબ્જી ઑમલેટ, શાકભાજી સાથે બાફેલા ઇંડા અથવા તો હળવી પકાવેલી ઇંડાની ભુર્જી…આ તમામ સ્માર્ટ ઓપ્શન રહેશે. આ રીતે, તમારો આ પ્રોટીનથી ભરપૂર નાસ્તો આખા દિવસનું શારીરિક ગ્લુકોઝ લેવલ વધતું રોકવામાં સહાયક બને છે.

5. નટ્સ અને સિડ્સ સાથે ગ્રીક યોગર્ટ (Greek Yogurt with Nuts & Seeds)
ખાંડ વિનાનું ગ્રીક યોગર્ટ અથવા તો ઘરનું સાદું દહીં પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે. એમાં કાર્બ્સ ઓછા હોય છે અને એનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. આ નાસ્તો ઇન્સ્યુલીન સેન્સિટીવિટીને બહેતર બનાવવામાં પણ મદદરુપ છે. હૅલ્ધી ફૅટ અને ફાઇબર માટે એમાં ચિયા સિડ્સ, અળસીના બીજ અથવા તો થોડા અખરોટ મિક્સ કરવા. એક ચપટી તજ પાવડર મિક્સ કરશો તો એનો સ્વાદ ઓર વધી જશે!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચોઃ લીવર માટે ઘી કે તેલ નહિં પણ આ સફેદ વસ્તુ ઝેરસમાન…ફેટી લીવર અને સોજાનું મૂળ કારણ..!
આ પણ વાંચોઃ હાડકાં મજબૂત કરવા કેલ્શિયમ જરૂરી, આ 5 આહારનું કરો સેવન, ઉત્તમ પરિણામ મળશે
આ પણ વાંચોઃ મોરિંગાથી માંડીને હળદર સુધી…4 શક્તિશાળી ફૂડ્સ…મહિલાઓના PCOS અને સાંધાના દુખાવાને જળમૂળથી મટાડશે..!
