Destination Dream Wedding: દરેક છોકરીનું સપનું હોય છે કે તેના લગ્ન કોઈ રાજકુમારીની જેમ થાય. જો તમે પણ ‘ડ્રીમ વેડિંગ’ (Dream Wedding) પ્લાન કરી રહ્યા હોવ અને બજેટની કોઈ ચિંતા ન હોય, તો રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું ‘જગમંદિર આઇલેન્ડ પેલેસ’ (Jagmandir Island Palace) તમારા માટે પરફેક્ટ લોકેશન છે.
તળાવોની નગરી ઉદયપુરમાં પિચોલા લેકની વચ્ચે આવેલો આ મહેલ આજકાલ ડેસ્ટિનેશન વેડિંગ માટે હોટ ફેવરિટ બન્યો છે. અહીં લગ્ન (Wedding) કરવા એ કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નથી હોતું. તો ચાલો જાણીએ આ પેલેસની ખાસિયતો અને અહીં લગ્ન (Wedding) કરવા માટે થતા ખર્ચ વિશે.
આર્કિટેક્ચર અને બોલીવુડ કનેક્શન
જગમંદિર પેલેસ તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં તમને યુરોપિયન અને રાજસ્થાની શાહી આર્કિટેક્ચરનું અદભુત મિશ્રણ જોવા મળે છે.
ફિલ્મી શૂટિંગ: આ જગ્યા એટલી સુંદર છે કે અહીં અનેક ફિલ્મોના શૂટિંગ થયા છે. તમને ઋતિક રોશન અને કરીના કપૂરની ફિલ્મ ‘યાદેં’ યાદ છે? તેનું પ્રખ્યાત ગીત અહીં જ શૂટ થયું હતું. આ ઉપરાંત હોલીવુડની જેમ્સ બોન્ડ મૂવી ‘ઓક્ટોપસી’ના દ્રશ્યો પણ અહીં કંડારાયા છે.
લગ્નનો અંદાજિત ખર્ચ (Wedding Cost Estimation)
આ એક લક્ઝરી લોકેશન હોવાથી અહીં લગ્ન (Wedding) નો ખર્ચ કરોડોમાં પહોંચી શકે છે. અહીંના મુખ્ય ખર્ચાઓ નીચે મુજબ છે:
વેન્યુ રેન્ટ (ભાડું): માત્ર લગ્ન સમારોહ અને રિસેપ્શન માટે એક દિવસનું ભાડું આશરે 30 લાખથી 50 લાખ રૂપિયા (3-5 મિલિયન) હોઈ શકે છે.
જમવાનો ખર્ચ (Food): શાહી ભોજન માટે પ્રતિ પ્લેટનો ખર્ચ લગભગ ₹6,500 જેટલો થાય છે.
ડેકોરેશન: થીમ આધારિત સજાવટ માટે પેકેજો 12 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીના હોય છે.
અન્ય ખર્ચ: ફોટોગ્રાફી, મેકઅપ, મહેંદી, ડીજે, લાઈવ બેન્ડ અને મનોરંજન માટે 10 થી 20 લાખ રૂપિયા અલગથી ગણવા પડે છે.
એકોમોડેશન: 150 મહેમાનોના રહેવા માટેનો ખર્ચ 60 થી 90 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે (જો આલીશાન વ્યવસ્થા કરવામાં આવે તો).
સુવિધાઓ અને નજારો
બોટ રાઈડ: આ મહેલ તળાવની વચ્ચે હોવાથી અહીં પહોંચવા માટે બોટ રાઈડ કરવી પડે છે, જે મહેમાનો માટે એક રોમાંચક અનુભવ બની રહે છે.
ગુલ મહેલ: મહારાણા અમર સિંહે બંધાવેલો ઐતિહાસિક ગુલ મહેલ અહીંનું મુખ્ય આકર્ષણ છે.
સૂર્યાસ્ત: અહીંથી પિચોલા લેક અને સૂર્યાસ્તનો નજારો મન મોહી લેનારો હોય છે. રાત્રે રોશનીમાં આ મહેલ સોનાની જેમ ચમકે છે.
મહેમાનો માટે વ્યવસ્થા
જગમંદિર પેલેસમાં અમુક રૂમ્સ ઉપલબ્ધ છે, પરંતુ મોટાભાગના મહેમાનો માટે ઉદયપુરમાં કિનારા પર આવેલી ફાઈવ સ્ટાર હોટેલ્સમાં રહેવાની વ્યવસ્થા કરવી પડે છે. મહેલ સુધી લાવવા-લઈ જવા માટે બોટની સુવિધા હોય છે.
જો તમે તમારા જીવનના ખાસ દિવસ (Wedding) ને યાદગાર અને ભવ્ય બનાવવા માંગતા હોવ, તો જગમંદિર પેલેસ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીંના શાહી ઠાઠમાઠ તમારા લગ્ન (Wedding)ને ઇતિહાસમાં અમર કરી દેશે.
આ પણ વાંચો: હજારીબાગ નજીક આવેલા છે આ 3 અદભુત વોટરફોલ, કુદરતી નજારો અને શાંતિ જોઈને મન ખુશ થઈ જશે
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ કરો છો? તો ટિકિટના ભાવથી લઈને પહોંચવા સુધીની A to Z માહિતી જાણો




