વડોદરા,
ભારત બંધના એલાન મામલે વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ શાળા અને પેટ્રોલપંપ બંધ કરાવ્યા…પ્રદેશ મહામંત્રીએ નવાયાર્ડની સેન્ટ જોસેફ સ્કૂલ બંધ કરાવી…સાથે સાથે પેટ્રોલપમ્પ પર બેરેક લગાવ્યા બાદ પમ્પ બંધ કરાવ્યો..વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યકરો બંધને સફળ બનાવવાના કામે લાગ્યાં.
મોડી રાતથી વડોદરામાં ટાયરો સળગાવી અને બસમાં તોડફોડના પગલે આખા શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કારેલીબાગ સ્થિત રાત્રી બજારના ચાર રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. ટાયર સળગતા દેખતા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
અકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પર પણ મોડી રાત્રે ટાયરો સળગાવ્યા હતા ..આ કૃત્ય કોંગ્રેસ સમર્થકોનું કે અન્ય કોનુ છે..? એ મામલે રહસ્ય છે.
