અમદાવાદઃ સ્ટેટ જીએસટીએ રાજ્યભરમાં ઓટો પાર્ટ્સ અને એસેસરીઝના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડી 6 કરોડની કરચોરી પકડી છે. જેમાં જીએસટીના અધિકારીઓએ 1.5 કરોડ વેપારી પાસેથી સ્થળ પર વસુલાત કરી છે.
SGST વિભાગે દિવાળી પહેલા રાજ્યભરમાં 46 વેપારીઓના 72 સ્થળ પર દરોડા પાડ્યાં છે. જેમાં અમદાવાદમાં 35, રાજકોટમાં 13, સુરત અને વડોદરામાં 12-12 સ્થળો પર દરોડા પાડ્યાં છે.
દિવાળી પહેલાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રાથમિક તપાસમાં 6 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. જેમાં 1.50 કરોડની સ્થળ પર વસુલાત કરવામાં આવી છે.
SGST વિભાગ દ્વારા દરોડા દરમિયાન હાજર માલ સ્ટોક અને રોજમેળ મુજબના સ્ટોકમાં મોટો તફાવત સામે આવ્યો હોવાની વિગતો સામે આવી છે. તેમજ દરોડા દરમિયાન વેપારીઓ બિલ વગર નામાલનું ખરીદ-વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ તહેવારોના ટાણે સસ્તા અનાજના દુકાનદારો 1લી નવેમ્બરે હડતાળ પર ઉતરશે
આ પણ વાંચોઃ Heart Attack/હાર્ટ એટેકના વધતા કિસ્સાને લઇ આરોગ્ય મંત્રીની સલાહ, આવા લોકો હાલ સખત મહેનત કરવાનું ટાળજો
આ પણ વાંચોઃ Suicide/કોંગ્રેસના MLA સહિત ત્રણ લોકોના કારણે જીવ ટૂંકાવું છું… જૂનાગઢના ચોરવાડમાં યુવકનો આપઘાત
