stirke/ તહેવારોના ટાણે સસ્તા અનાજના દુકાનદારો 1લી નવેમ્બરે હડતાળ પર ઉતરશે

ગરીબોને રેશનિંગનું અનાજ નહી મળે તેવા એંધાણ : કમિશન મુદ્દે અવઢવને લઇ દુકાનદારો હડતાળના મૂંડમાં

Gandhinagar Top Stories Gujarat
Ration Shops Closed Down on 1 November 2023 તહેવારોના ટાણે સસ્તા અનાજના દુકાનદારો 1લી નવેમ્બરે હડતાળ પર ઉતરશે

ગાંધીનગરઃ રાજ્યના સસ્તા અનાજની દુકાનના સંચાલકો 1 નવેમ્બરે એક દિવસની હડતાળની જાહેરાત કરી છે. પડતર માગને લઈ સસ્તા અનાજની દુકાનના ધારકો હવે લડી લેવાના મૂડમાં છે. સસ્તા અનાજના દુકાનદારોની હડતાળને કારણે આગામી તહેવારોમાં ગરીબો માટે મળતો રાશનનો જથ્થો ન મળવાથી તહેવારોની ખુશી અધૂરી રહેશે.

ગુજરાતના 17 હજાર સસ્તા અનાજના દુકાનદારો વિવિધ પડતર માગણી ઓને લઈને 1લી નવેમ્બરથી હડતાળ પર પર ઉતરશે. જેને લઈને રેશન સંચાલકોએ રેશન દુકાનમાં વિતરણ નહીં કરે.

દુકાન સંચાલકોએ સરકારમાં રજૂઆત કરી હતી કે, તેમને નજીવું કમિશન મળે છે. જેમાંથી દુકાનનો ખર્ચ પણ પૂરો થતો નથી. તો પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બને છે. ગુજરાતમાં વર્તમાન સમયે અંદાજીત 32 લાખ રેશનકાર્ડ ધારકો છે. આ કાર્ડધારકોને હડતાળથી દિવાળીના તહેવાર પર સરકારી અનાજ નહીં મળે.

કમિશન ઉપરાંત સસ્તા અનાજના દુકાનદારો અન્ય ઘણી સમસ્યાથી પણ તકલીફમાં છે. સરકારી અનાજમાં ઘટ અને વારંવાર ખોરવાતા સર્વર સહિત વિવિધ પડતર માગણીઓનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. છેલ્લા એક વર્ષથી સરકારે માગણી ન સ્વીકારી હોવાનો સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે.


આ પણ વાંચોઃ Suicide/ કોંગ્રેસના MLA સહિત ત્રણ લોકોના કારણે જીવ ટૂંકાવું છું… જૂનાગઢના ચોરવાડમાં યુવકનો આપઘાત

આ પણ વાંચોઃ Mahisagar/શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો, શાળાના આચાર્યએ શિક્ષિકાને પણ ના છોડી!

આ પણ વાંચોઃ Gujarat/વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા આવતીકાલે મળશે સોમનાથ ટ્રસ્ટની બેઠક


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitterWhatsAppTelegramInstagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.