Not Set/ PNB સ્કેમ : ED દ્વારા કૌભાંડી નિરવ મોદીની ૯ કાર અને ૭.૮ cr. ના MFના શેરો કરાયા જપ્ત

દિલ્લી, દેશની ટોચની બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયા મહાઘોટાડા બાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ મહાઘોટાડામાં સામેલ એવા મૂળ સૂત્રધાર નિરવ મોદી અંગે આ સ્કેમ બાદ કોઈ અતોપતો હાથ જડ્યો નથી ત્યારે ED દ્વારા વધુ એકવાર દરોડા પાડવામાં આવ્યા હતા. ગુરુવારે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિરવ મોદીની […]

Top Stories
nirav modi PNB સ્કેમ : ED દ્વારા કૌભાંડી નિરવ મોદીની ૯ કાર અને ૭.૮ cr. ના MFના શેરો કરાયા જપ્ત

દિલ્લી,

દેશની ટોચની બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયા મહાઘોટાડા બાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ મહાઘોટાડામાં સામેલ એવા મૂળ સૂત્રધાર નિરવ મોદી અંગે આ સ્કેમ બાદ કોઈ અતોપતો હાથ જડ્યો નથી ત્યારે ED દ્વારા વધુ એકવાર દરોડા પાડવામાં આવ્યા હતા. ગુરુવારે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિરવ મોદીની ૯ સૌથી મોઘીઘાટ કારો જપ્ત કરી છે. તેમજ આ ઉપરાંત ED દ્વારા નિરવ મોદી વિરુધ વધુ કાર્યવાહી કરતા તેઓના ૭ કરોડ ૮૦ લાખ અને મેહુલ ચોકસી ગ્રુપના ૮૬ કરોડ ૭૨ લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડના શેરો પણ ફ્રીઝ કર્યા છે.

નિરવ મોદીની જપ્ત કરવામાં આવેલી કારો,

નિરવ મોદીની જપ્ત કરવામાં આવેલી ગાડીઓમાં એક રોલ્સ રોયસ ઘોસ્ટ, બે મર્સિડીઝ બેંજ, એક પોર્શે પૈનમેરા, હોન્ડાની ત્રણ ગાડીઓ, એક ફોર્ચ્યુનર, અને એક ટોયોટા ઈનોવા ગાડી સામેલ છે.

આ અંગે ED દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પંજાબ નેશનલ બેંકમાં નિયમોને તાક પર રાખીને જે ૧૧૩૬૦ કરોડ રૂપિયાનો ઘોટાડો કરવામાં આવ્યો હતો. તે મામલાની કાર્યવાહીના રૂપે નિરવ મોદી અને મેહુલ ચોકસી ગ્રુપના ૯૪.૫૨ કરોડ રૂપિયાની કિંમતના મ્યુચ્યુઅલ ફંડ અને શેરો ફ્રીઝ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઈડીએ ગિલી ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર અનિયથ શિવરામનનું મુંબઈમાં આવેલું ઘર સીલ કરી દીધું છે. જ્યારે બીજી બાજુ સીબીઆઈએ મહારાષ્ટ્રના અલીબાગમાં આવેલા નિરવ મોદીના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ED દ્વારા પીએનબી સ્કેમ મામલે નિરવ મોદી સાથે જોડાયેલા ૧૫ શહેરોમાં કુલ ૪૫ જગ્યાઓએ છાપેમારી કરવામાં આવી હતી. ED દ્વારા રાજધાની દિલ્લીના સાકેત મોલ, વસંત કુંજ અને રોહિણી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. તેમજ આરોપી નિરવ મોદી અને મેહુલ ચોકસી સહિત ૩ લોકો સામે તપાસ એજન્સીઓ દ્વારા સમન મોકવામાં આવ્યું હતું. તેમજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) આ આરોપીઓને પકડવા માટે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી રહી છે.