#gujarat corona/ અમદાવાદમાં કોરોનાએ હાફ સેન્ચુરી ફટકારીઃ સંજીવની રથ શરૂ કરાશે

રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના કેસોએ હાફ સેન્ચુરી ફટકારી છે. Gujarat Corona રાજ્યમાં કોરોનાના કુલ 121 કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 50 કેસ નોંધાયા છે જ્યારે નવા કેસ 121 નોંધાયા છે.

Top Stories Ahmedabad Gujarat
Gujarat Corona

રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના કેસોએ હાફ સેન્ચુરી ફટકારી છે. Gujarat Corona રાજ્યમાં કોરોનાના કુલ 121 કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 50 કેસ નોંધાયા છે જ્યારે નવા કેસ 121 નોંધાયા છે. બીજી બાજુ કોરોનાના ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે. કેસની વાત કરીએ તો અમદાવાદ પછી રાજકોટ, સુરતમાં 12-12 કેસ તો મહેસાણામાં 11 અને સાબરકાંઠામાં 11 કેસ નોંધાયા છે.

 અમદાવાદમાં કોરોના વધ્યો

કોરોનાની સાથે સાથે રાજ્યમાં  H3N2ના કેસ પણ સામે આવી રહ્યા છે. Gujarat Corona અમદાવાદમાં માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં H3N2ના 4 કેસ નોંધાયા છે. 4 માંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. LG અને શારદા બેન હોસ્પિટલમા બે દર્દીની સારવાર ચાલી રહી છે. જેને લઈને અમદાવાદ કોર્પોરેશન આગામી સમયમાં સંજીવની રથ શરુ કરશે. એએમસી હસ્તક આવેલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ Gujarat Corona તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ઓફિસર ઘરે જઈ રેપિડ ટેસ્ટ કીટ લઈ ટેસ્ટિંગ કરશે.

સુરતમાં કોરોનાના નવા 12 કેસ 

સુરત શહેરમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. Gujarat Corona આમ માર્ચ મહિનામાં કુલ 47 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતમાં હાલ 39 એક્ટિવ કેસ છે. બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આજે 32 લોકોનું કોવિડ રસીકરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી 

વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે Gujarat Corona નિવેદન આપ્યું છે કે રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી નોંધાયુ. રાજ્યમાં વકરેલા H3N2 વાયરસ અંગે આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે, H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે. જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ હતુ કે  રાજ્યમાં H3N2 વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે. હજુ સુધી એકપણ મૃત્યુ H3N2 વાયરસથી નથી થયુ. રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી 13 માર્ચ સુધી સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે. જેમાં એકનું મોત નિપજ્યુ છે.

ભાવનગરમાં H3N2ના કેસોમા વધારો થઈ રહ્યો છે. Gujarat Corona ભાવનગરમાં અત્યાર સુધીમાં H3N2ના છ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી ત્રણ કેસ હાલ એક્ટિવ છે તો ત્રણ દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ કોરોનાના કેસમાં વધારો થતાં ગુજરાત સહિતના રાજ્યોને તાકીદ કરી છે કે તેઓ ટ્રેક અને ટેસ્ટિંગ શરૂ કરે. તેના પગલે પહેલાની જેમ કોરોનાના ડોમ જોવા મળે તો આશ્ચર્ય ન પામતા.

આ પણ વાંચોઃ શાહ-હિંડનબર્ગ/ હિંડનબર્ગ વિવાદમાં કશું ‘હિડન’ નથીઃ અમિત શાહનો અદાણી મુદ્દે જવાબ

આ પણ વાંચોઃ SIA Raid/ કાશ્મીરમાં શ્રીનગર, અનંતનાગ, કુલગામમાં કેટલાય સ્થળોએ SIAના દરોડા

આ પણ વાંચોઃ Unseasonal Rain/ રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નસીબમાં પણ ‘માવઠું’