Jammu Kashmir/ અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીવાદીઓ વચ્ચે અથડામણ, લશ્કરનાં ત્રણ આતંકી ફસાયા

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગનાં કોકરનાગ વિસ્તારનાં વેલુમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. આઈજીપી કાશ્મીરએ એએનઆઈને જણાવ્યું છે કે, “લશ્કરનાં ત્રણ આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ફસાયા છે.” આ કેસમાં વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

Top Stories India
123 206 અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીવાદીઓ વચ્ચે અથડામણ, લશ્કરનાં ત્રણ આતંકી ફસાયા

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગનાં કોકરનાગ વિસ્તારનાં વેલુમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. આઈજીપી કાશ્મીરએ એએનઆઈને જણાવ્યું છે કે, “લશ્કરનાં ત્રણ આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ફસાયા છે.” આ કેસમાં વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

ભાવવધારો / પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળ્યા, મુંબઈમાં પહોંચ્યા 98ને પાર, જાણો તમારા શહેરના ભાવ

આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં આજે વહેલી સવારથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. અનંતનાગનાં કોકરનાગ વિસ્તારનાં વેલુમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ રહ્યો છે. આઈજીપી કાશ્મીરએ આ કેસની જાણકારી આપી છે. આઈજીપી કાશ્મીરે કહ્યું છે કે, સુરક્ષા દળો દ્વારા ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોને ઘેરી લીધા છે. લશ્કરનાં ત્રણ આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ફસાયા છે. અનંતનાગનાં કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકવાદીઓનાં છુપાયેલા હોવાની બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સુરક્ષા દળ ત્રણે આતંકવાદીઓને ઘેરવામાં સફળતા મેળવી છે.

પત્રકાર પરિષદ / અત્યાર સુધી રાજ્યમાં 2 લાખ મોત-સરકાર આંકડા છુપાવે છે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો દાવો

આપને જણાવી દઈએ કે, આ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી એન્કાઉન્ટરની આ ત્રીજી ઘટના છે. ગુરુવારે (6 મે), દક્ષિણ કાશ્મીરનાં શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર બાદ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક અન્ય આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું હતું. જણાવી દઇએ કે, સર્ચ ઓપરેશન દરમિયાન કુલગામ વિસ્તારમાં અલ બદર આતંકી સંગઠનનાં ચાર નવા ભરતી થયેલાનું એક ગ્રુપ ફસાઇ ગયુ હતુ. આતંકવાદીની હાજરી અંગેનાં ચોક્કસ ઇનપુટ પર કામ કરતાં પોલીસે અને સેનાએ બુધવારે રાત્રે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું, પરંતુ તેને નકારી કાઠતાં આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા હતા. જે બાદ એન્કાઉન્ટરમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યુ હતુ.

sago str 9 અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીવાદીઓ વચ્ચે અથડામણ, લશ્કરનાં ત્રણ આતંકી ફસાયા