Not Set/ IRCTCને આ વર્ષે ટ્રેનમાં ખરાબ ભોજનની કુલ મળી ૬૨૬૧ ફરિયાદ

નવી દિલ્લી ભારતીય રેલ્વેની ટ્રેનમાં ભોજનની ખરાબ ક્વોલીટીની વાત એ કોઈ નવીન નથી. ટ્વીટર રોજ ઘણા લોકો ભારતીય રેલનુ ખરાબ ભોજનની ફરિયાદ કરતા રહેતા હોય છે. રાજધાની જેવી ટ્રેનમાં પણ હવે તો ફરિયાદ સામાન્ય વાત થઇ ગઈ છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે ઓક્ટોમ્બર મહિના સુધીમાં ટ્રેનની ૭૫૦૦ ફરિયાદ આવી છે.જેમાં IRCTCને આ […]

Top Stories India Trending Business
IRCTC food IRCTCને આ વર્ષે ટ્રેનમાં ખરાબ ભોજનની કુલ મળી ૬૨૬૧ ફરિયાદ

નવી દિલ્લી

ભારતીય રેલ્વેની ટ્રેનમાં ભોજનની ખરાબ ક્વોલીટીની વાત એ કોઈ નવીન નથી. ટ્વીટર રોજ ઘણા લોકો ભારતીય રેલનુ ખરાબ ભોજનની ફરિયાદ કરતા રહેતા હોય છે.

રાજધાની જેવી ટ્રેનમાં પણ હવે તો ફરિયાદ સામાન્ય વાત થઇ ગઈ છે.

રેલ્વે મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે ઓક્ટોમ્બર મહિના સુધીમાં ટ્રેનની ૭૫૦૦ ફરિયાદ આવી છે.જેમાં IRCTCને આ વર્ષે ટ્રેનમાં ખરાબ ભોજનની કુલ ૬૨૬૧ ફરિયાદ મળી

આ કારણે રેલ્વેએ વેન્ડર્સ પર ૧.૫ કરોડનો દંડ ફટકાર્યો છે. રેલ્વેના રાજ્યમંત્રી રાજેન ગોહેને એક લિખિત કાગળમાં લોકસભામાં જણાવ્યું કે સૌથી વધારે ફરિયાદ IRCTCને મળી છે.

ઇન્ડિયન રેલ્વે કેટરીંગ અને ટુરીઝમ કોર્પોરેશનને ભોજનની ખરાબ ક્વોલીટી, ખરાબ પાણી અને ટ્રેનમાં નિયમ તોડવાની ફરિયાદ મળી છે.

ટ્રેનમાં ભોજનની ગુણવત્તા જોવા માટે ફૂડ સેફટી સુપર વાઈઝરને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સુપર વાઈઝર રસોડાના યુનિટમાં દેખરેખ કરે છે. જો ભોજનની ક્વોલીટીના સેમ્પલ ખરાબ મળે તો તેના પર પેનલ્ટી લગાવવામાં આવે છે.

જો તમને રેલ્વેના ભોજનની કોઈ ફરિયાદ હોય તો તમે ટોલ ફ્રી નંબર 1800111321 પર ફરિયાદ કરી શકો છો. તમે 9711111139 પર SMS પણ મોકલી શકો છો.

આ ઉપરાંત IRCTCના ટ્વીટર હેન્ડલ @IRCTCofficial પણ ફરિયાદ કરી શકો છો.