Not Set/ IPL ૨૦૧૯ : ભારતના આ દિગ્ગજ ખેલાડીઓને પોતાની ટીમ તરફથી મળ્યો ઝટકો

નવી દિલ્હી, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા કમર કસવામાં આવી રહી છે. ૮ ટીમો દ્વારા વર્ષ ૨૦૧૯ની સીઝન પહેલા યોજાનારી ખેલાડીઓની હરાજી પહેલા પ્લેયર્સની યાદીઓ પણ જાહેર કરી છે. IPL ૨૦૧૯ માટે ભારતના સ્ટાર ખેલાડીઓનામાંના એક યુવરાજ સિંહ અને ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરને ઝટકો લાગ્યો છે. દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ગંભીર […]

Trending Sports
1542339750 Gambhir Yuvraj IPL PTI IPL ૨૦૧૯ : ભારતના આ દિગ્ગજ ખેલાડીઓને પોતાની ટીમ તરફથી મળ્યો ઝટકો

નવી દિલ્હી,

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા કમર કસવામાં આવી રહી છે. ૮ ટીમો દ્વારા વર્ષ ૨૦૧૯ની સીઝન પહેલા યોજાનારી ખેલાડીઓની હરાજી પહેલા પ્લેયર્સની યાદીઓ પણ જાહેર કરી છે.

IPL ૨૦૧૯ માટે ભારતના સ્ટાર ખેલાડીઓનામાંના એક યુવરાજ સિંહ અને ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરને ઝટકો લાગ્યો છે. દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ગંભીર અને કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા યુવરાજ સિંહની પોતાની ટીમમાંથી છુટ્ટી કરી દીધી છે.

રાજસ્થાન રોયલ્સ દ્વારા સ્ટીવ સ્મિથ તેમજ સનરાઈઝર્સ હૈદરાબાડે ડેવિડ વોર્નરને પોતાની ટીમમાં યથાવત રાખ્યા છે. આ સાથે જ માનવામાં આવી રહ્યું છે કે, ૧૨-૧૨ મહિનાઓનો પ્રતિબંધનો સામનો કરી રહેલા બંને ખેલાડીઓની IPLમાં વાપસી નક્કી છે.

IPL ૨૦૧૯ની સીઝન માટે ૮ ટીમ દ્વારા જાહેર કરાયેલા પ્લેયર્સની યાદી :

રાજસ્થાન રોયલ્સ દ્વારા ૧૧.૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા જયદેવ ઉનડકટને રિલીઝ કરવામાં આવ્યો છે, જયારે ઈંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને કેરેબિયન પ્લેયર્સ જોફ્રા આર્ચારને ટીમમાં યથાવત રાખ્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ૧૮ ખેલાડીઓને યથાવત રાખ્યા છે, જયારે જે પિ ડ્યુમિની, પેટ કમિન્સ અને મુસ્તાફિજુર રહેમાનને રિલીઝ કર્યા છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને યથાવત રાખ્યા છે, જયારે એલેક્સ હેલ્સ, સહા, ક્રિસ જોર્ડન અને કાર્લોસ બ્રેથવેટને બહાર કર્યા છે.

દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા ગંભીર ઉપરાંત ગ્લેન મેકસવેલ, જેસન રોય અને મોહમ્મદ દિસ્લીને રિલીઝ કર્યા છે.

રોયલ ચેલેન્જર બેંગ્લોર દ્વારા બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વોક્સ અને કોરી એન્ડરશનને બહાર કર્યા છે.

કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા યુવરાજ સિંહ અને એરોન ફિન્ચને બહાર કર્યા છે.

KKR દ્વારા મિચેલ જોન્હ્ન્સન, મિચેલ સ્ટાર્ક અને ટોમ કરન સહિત ૮ ખેલાડીઓને રિલીઝ કર્યા છે.