સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર લીંમડીમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ બનાવ્યો પરંતુ કદાચ ચોરને ચોરી કરવાની એટલી ઉતાવળ હતી કે તે સીસીટીવીની ત્રીજી આંખની નજરમાં છે તે જોવાનું જ ભૂલી જ ગયા.
આ તસ્કરો જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક ચોર જવેલર્સને વાતોમાં ઉલજાવે છે અને બીજો ચોર ચુપકેથી સોનાના દાગીનું પેકેટની ઉઠાંતરી કરીલે છે. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ શખ્સોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.