Gujarat/ ચોટીલામાં અડધા ભાવમાં ડોલર આપવાનું કહી 3.5 લાખની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો…

નવેમ્બર માસમાં અમદાવાદના એક વ્યક્તિને અલંગ શિપમાંથી મળેલા ડોલર આપવાનું કહી થોરળીયાના શખ્સે ચોટીલા હાઇવે પર બોલાવ્યો હતો અને 10 હજાર ડોલર આપવાના બદલે 288 ડોલર આપી છેતરપીંડી આચરી હતી…

Gujarat Others
zzas1 51 ચોટીલામાં અડધા ભાવમાં ડોલર આપવાનું કહી 3.5 લાખની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો...

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

નવેમ્બર માસમાં અમદાવાદના એક વ્યક્તિને અલંગ શિપમાંથી મળેલા ડોલર આપવાનું કહી થોરળીયાના શખ્સે ચોટીલા હાઇવે પર બોલાવ્યો હતો અને 10 હજાર ડોલર આપવાના બદલે 288 ડોલર આપી છેતરપીંડી આચરી હતી ત્યારે ભોગ બનનારે રૂપિયાની માંગણી કરતા બીજી વ્યક્તિ ગોતી લાવવાનું કહ્યું હતું આથી ફરીયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે છઠકુ ગોઠવી 198 ડોલર સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના નવા વાડજમાં રહેતા જીગરકુમાર પુનમચંદ પરમારને વિંછીયાનાં થોરળીયા ગામના અમૃતભાઇ દેવશીભાઇ રાજપરા અને એક અજાણ્યા શખ્સે લાલચમાં નાખી રૂ. 40માં એક ડોલર વેચાણમાં આપવાનું કહી 10 હજાર ડોલરની લેતીદેતી માટે ચોટીલા હાઇવેના બસસ્ટોપ પાસે બોલાવ્યા હતા. જ્યાં જીગર પાસેથી 3.5 લાખ લઇને 10 હજાર ડોલરની બદલે 288 ડોલર આપી છેતરપીંડી કરી હતી. અને રકમ પરત જોઈતી હોય તો એક મુર્ગો ગોતી 27 ડિસેમ્બરે ચોટીલા આવવાનું કહ્યું હતું. આથી ભોગ બનનારે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે છટકુ ગોઠવી આરોપી અમૃત રાજપરાને 198 ડોલર અને મોબાઇલ સાથે દબોચી લીધો હતો.

પોલીસે છેતરપિંડીનો ભોગબનનારની ફરીયાદ લઈ આરોપીની ધરપકડ કરી સસ્તામાં ડોલર વેચાણની લાલચમાં કેટલા લોકોને ભોગ બનાવ્યા છે તેમજ અન્ય કોણ કોણ લોકો આ ગોરખ ધંધામાં સંકળાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. 100ની 2 નોટ વચ્ચે 1 ડોલરની નોટ નાંખી થપ્પી બતાવતા. કોઇ ડોલર લેવા માટે આવે ત્યારે 100 ડોલરની બે નોટો વચ્ચે એક ડોલરની નોટો રાખી 100 ડોલરની થપ્પી બતાવતા હતા. અને ડોલર સામે રૂપિયા લઇ ડોલરની એ થપ્પી પકડાવી રફુચક્કર થઇ જતાં હતા જો એક આ બીજી વખતનો જ પ્રયાસ હોવાની વિગતો બહાર આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો