Not Set/ સાણંદ : પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીને ભાઈએ રહેંસી નાખ્યા …

સાણંદમાં સૌથી ભરચક ગણાતા એસટી સ્ટેન્ડ વિસ્તારમાં જ બુધવારે સાંજે ખૂની ખેલ જોઈ લોકો અવાચક બની ગયા હતા. પ્રેમ લગ્ન કરીને સાણંદમાં મકાન ભાડે રાખીને રહેતી બહેનને ભાઇએ તેના જ ઘરમાં છરીના ઘા ઝીંક્યા હતા. બાદમાં બનેવીને પણ રહેંસી નાખી આરોપી ફરાર થઇ ગયો હતો.   સમગ્ર પ્રકરણમાં એસટી સ્ટેન્ડ સામે આવેલા દલિત વાસમાં બુધવારે […]

Top Stories Gujarat
sanand honour killing 2 સાણંદ : પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીને ભાઈએ રહેંસી નાખ્યા ...

સાણંદમાં સૌથી ભરચક ગણાતા એસટી સ્ટેન્ડ વિસ્તારમાં જ બુધવારે સાંજે ખૂની ખેલ જોઈ લોકો અવાચક બની ગયા હતા. પ્રેમ લગ્ન કરીને સાણંદમાં મકાન ભાડે રાખીને રહેતી બહેનને ભાઇએ તેના જ ઘરમાં છરીના ઘા ઝીંક્યા હતા. બાદમાં બનેવીને પણ રહેંસી નાખી આરોપી ફરાર થઇ ગયો હતો.

sanand honour killing 3 1 e1538036635873 સાણંદ : પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીને ભાઈએ રહેંસી નાખ્યા ...

 

સમગ્ર પ્રકરણમાં એસટી સ્ટેન્ડ સામે આવેલા દલિત વાસમાં બુધવારે સાંજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા યુવતીના ભાઈએ પ્રથમ પોતાની બહેનના ઘરમાં ઘુસી બહેન તરુણાને છરીના ઘા મારી રહેંસી નાખી હતી. તે જોઈ હેબતાઈ ગયેલો તેનો પતિ વિશાલ ભાગી અન્ય એક ઘરમાં ઘુસી જતા ખૂની સાળાએ તેને પણ ઘરમાં ઘુસી ઉપરા ઉપરી છરીના ઘા મારી કાસળ કાઢી નાખી ફરાર થઇ ગયો હતો.

sanand honour killing e1538035877112 સાણંદ : પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીને ભાઈએ રહેંસી નાખ્યા ...

ઉલ્લેખનીય છે કે સાણંદમાં ત્રણેક માસ પહેલા જ મિત્રએ મિત્રને છરીના ઘા મારી રહેંસી નાખ્યો હતો અને ત્યાર બાદ આ ડબલ મર્ડરની ઘટના બનતા શહેરમાં સોંપો પડી ગયો છે.

યુવતીના પિતાની સાસરી સાણંદના છારોડી ગામે થતી હોઈ તેઓ વર્ષોથી છારોડી ગામે સ્થાયી થયા હતા જ્યાં તેમના ફળિયામાં જ રહેતા વિશાલ પરમાર જે સાણંદ જીઆઇડીસીમાં નોકરી કરતો હતો. તેની સાથે આંખો મળી જતા બંન્ને એ પાંચેક માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને બંને સાણંદમાં રહેવા આવ્યા હતા.