IPL/ તો શું અમદાવાદની ટીમ નહી જોવા મળે IPL 2022 માં? જાણો પૂરી વિગત

IPL 2022 માટે બે નવી ફ્રેન્ચાઇઝી ટીમો લખનઉ અને અમદાવાદની બિટને હજુ 20 દિવસ થશે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી અમદાવાદ ફ્રેન્ચાઇઝીનાં માલિક CVC કેપિટલને મંજૂરી પત્ર સબમિટ કર્યો નથી. 

Top Stories Sports
અમદાવાદની ટીમ IPLમાં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અમદાવાદની ટીમની માલિક અમેરિકન કંપની Irelia કંપની પ્રાઇવેટ લિમિટેડ (CVC કેપિટલ પાર્ટનર્સ)ને Letter of Intend આપ્યો નથી. IPL ની આવનારી સીઝનમાં નવી ટીમો પણ ભાગ લેતી જોવા મળશે.

આ પણ વાંચો – Cricket / હાર્દિક પંડ્યાની એક ભૂલ અને એરપોર્ટ પર કસ્ટમ વિભાગે જપ્ત કરી તેની કરોડોની ઘડિયાળ

IPL 2022 સીઝનની શરૂઆત બે નવી ટીમો સહિત દસ ટીમો સાથે થશે. અમદાવાદ અને લખનઉ બન્ને નવી ટીમો હશે. RPSG એ લખનઉ ફ્રેન્ચાઈઝીને હસ્તગત કરવા માટે રૂ. 7,090 કરોડની વિજેતા બિડ કરી હતી, જ્યારે CVC કેપિટલ પાર્ટનર્સએ રૂ. 5,625 કરોડની બિડ માટે અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઈઝી આપી છે.  જણાવી દઇએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં બે નવી ટીમો ભાગ લેતી જોવા મળશે. ટૂર્નામેન્ટમાં લખનઉ અને અમદાવાદ ફ્રેન્ચાઈઝી ટીમ તરીકે બે નવી ટીમો જોડાશે. IPL 2022 માટે બે નવી ફ્રેન્ચાઇઝી ટીમો લખનઉ અને અમદાવાદની બિટને હજુ 20 દિવસ થશે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી અમદાવાદ ફ્રેન્ચાઇઝીનાં માલિક CVC કેપિટલને મંજૂરી પત્ર સબમિટ કર્યો નથી. ખાનગી ઇક્વિટી ફર્મ CVC કેપિટલ, જેણે અમદાવાદ ફ્રેન્ચાઇઝી માટે બિડ જીતી હતી, તે BCCIનાં અધિકારીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું માનવામાં આવે છે કે યુકે સ્થિત બેટિંગ ફર્મમાં તેનું રોકાણ, જે વિવાદનો વિષય બની ગયુ છે, તે ગેરકાયદેસર નથી. આ જ અવરોધ BCCI દ્વારા મંજૂરી પત્ર આપવામાં વિલંબનું કારણ માનવામાં આવે છે, જે સંજીવ ગોએન્કાનાં RPSG જૂથને પહેલેથી જ સોંપવામાં આવ્યું છે, જેમણે લખનઉ ફ્રેન્ચાઇઝી સફળતાપૂર્વક મેળવી લીધી છે, જો કે આના કારણે રવિ શાસ્ત્રી અને અન્ય કોચોની સાથે CVC સ્પોર્ટ્સ સાથે વાતચીતમાં વિલંબ થયો નથી.

આ પણ વાંચો – T20 World Cup / ICC એ ‘Team of the Tournament’ ની કરી જાહેરાત, એક પણ ભારતીય ખેલાડી નથી મેળવી શક્યા સ્થાન

Cricbuzz એ પુષ્ટિ કરી છે કે CVCનાં ટોચનાં અધિકારીઓનું એક જૂથ પણ BCCIનાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે ભારત અને દુબઈની મુલાકાતે આવ્યું છે અને એવું પણ જાણવા મળ્યું છે કે આગામી એક-બે દિવસમાં વાતચીતનો બીજો રાઉન્ડ શક્ય થશે. BCCI ની લીગલ ટીમ પણ CVC ની ફાઈલોની તપાસ કરી રહી છે અને આ મામલે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવે તેવી શક્યતા છે.