Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂર્વાચલ એકસપ્રેસ વેનું ઉદ્વઘાટન કરશે,એરફોર્સનો 45 મિનિટનો એર શોનું આયોજન

ગાઝીપુરથી લખનૌ સુધીના પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. આ 340 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે ગાઝીપુરથી લખનૌનું અંતર માત્ર સાડા ત્રણ કલાકમાં પુર્ણ કરી શકાશે

Top Stories India
arend modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂર્વાચલ એકસપ્રેસ વેનું ઉદ્વઘાટન કરશે,એરફોર્સનો 45 મિનિટનો એર શોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગાઝીપુરથી લખનૌ સુધીના પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્વઘાટન કરશે. આ 340 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે ગાઝીપુરથી લખનૌનું અંતર માત્ર સાડા ત્રણ કલાકમાં પુર્ણ કરી શકાશે  અહીં પોલીસ ચોકીની સાથે હેલીપેડ પણ બનાવવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં IAF દ્વારા 45 મિનિટનો એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જગુઆર, સુખોઈ અને મિરાજ જેવા અત્યાધુનિક ફાઇટર જેટ એક્સપ્રેસ વે પર બનેલ એરસ્ટ્રીપ પરથી ઉડાન ભરશે.

યુપીડીએના સીઈઓ એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ ફંક્શન બપોરે 1.30 થી 2.45 સુધી ચાલશે અને તે પછી એર શોનું કાર્યક્રમ ચાલુ થશે . પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. દેશમાં બે વખત કોવિડ લેહર અને આઝમગઢ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ હોવા છતાં, નિર્માણ કાર્ય ચાલુ રહ્યું અને તે સમયસર પૂર્ણ થયું. આ પ્રોજેક્ટ પર તેના બજેટના 90.17 ટકાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. હવે લોકો પૂર્વાંચલથી દિલ્હી સરળતાથી જઈ શકશે. સાથે જ બિહારના લોકોનો સંપર્ક પણ સરળ બનશે.

એક્સપ્રેસ વે પર આઠ પેટ્રોલ પંપ અને ચાર જગ્યાએ સીએનજી સ્ટેશન ઉભા કરવામાં આવનાર છે. આ સાથે જ મોબાઈલ ચાર્જિંગ માટે ઈલેક્ટ્રોનિક સબસ્ટેશન બનાવવાની યોજના પણ વિચારણા હેઠળ છે. એક્સપ્રેસ વેના આરઓડબલ્યુ હેઠળ 4.50 લાખ વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્ય સચિવ ગૃહે કહ્યું કે, વાયુસેનાના પ્રાસંગિક ઉપયોગ માટે સુલતાનપુરમાં 34 મીટર પહોળી અને 3.20 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે, જેમાં એરફોર્સનું વિશેષ યોગદાન છે. એક્સપ્રેસ વે 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ કાયદાકીય રીતે તેના પર વાહનોની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક હશે.

પૂર્વાંચલ એક્સપ્રેસ વેની પહોળાઈ આગ્રા એક્સપ્રેસ વે કરતા એક મીટર વધુ છે. તેની બંને બાજુ હરિયાળી હશે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે ડિફેન્સ કોરિડોર સાથે જોડાયેલ છે. આ સાથે ગાઝીપુરના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો તેમની શાકભાજી લખનૌથી દિલ્હી મોકલી શકશે. ટ્રાફિક સુરક્ષા માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

સાત મોટા રેલ્વે ઓવરબ્રિજ, 104 નાના પુલ, 271 અંડરપાસ, 525 કલ્વર્ટ, આઠ ટોયલેટ બ્લોક્સ, આઠ જાહેર સુવિધા સંકુલ અને આઠ પેટ્રોલ પંપ.યુપીના વિકાસના માર્ગ માટે આ ખાસ દિવસ છે. બપોરે 1.30 કલાકે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન થશે. આ પ્રોજેક્ટથી યુપીની પ્રગતિ માટે ઘણા ફાયદા થયા છે.