Not Set/ રાજસ્થાન : રામગઢમાં ભાજપ પર ભારે પડ્યો પંજો, જીત સાથે કોંગ્રેસે પૂરી કરી સેન્ચુરી

રામગઢ, ગત વર્ષે યોજાયેલી રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો સફાયો કર્યા બાદ રાજ્યની ચૂંટણીમાં પણ પાર્ટીએ બાજી મારી છે. રાજસ્થાનની રામગઢ વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ખાને ૧૨,૨૨૮ વોટથી જીત હાંસલ કરી છે. Rajasthan: Congress party's Shafia Zubair after winning #RamgarhByPoll. She says "People know that we believe in […]

Top Stories India Trending
0521 59873 રાજસ્થાન : રામગઢમાં ભાજપ પર ભારે પડ્યો પંજો, જીત સાથે કોંગ્રેસે પૂરી કરી સેન્ચુરી

રામગઢ,

ગત વર્ષે યોજાયેલી રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો સફાયો કર્યા બાદ રાજ્યની ચૂંટણીમાં પણ પાર્ટીએ બાજી મારી છે.

રાજસ્થાનની રામગઢ વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ખાને ૧૨,૨૨૮ વોટથી જીત હાંસલ કરી છે.

કોંગ્રેસની આ જીત સાથે જ રાજસ્થાનમાં પાર્ટીએ બેઠકોની સેન્ચુરી પૂરી કરી છે અને સાથે સાથે કોંગ્રેસની સ્થિતિ પણ વધુ મજબૂત થઇ છે. નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ૯૯ બેઠકો જીત્યા બાદ કોંગ્રેસની સરકાર બહુજન સમાજવાદી પાર્ટીના સમર્થનથી ચાલી રહી છે.

રામગઢ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, આ સીટ પર BSPના MLA લક્ષ્મણ સિંહના નિધન બાદ મતદાન સ્થગિત કરાયું હતું. ત્યારબાદ હાથ ધરાયેલી પેટા-ચૂંટણી માટે કુલ ૨૦ ઉમેદવારો મેદાનમાં હતા અને સીધો જંગ કોંગ્રેસ, ભાજપ અને BSP વચ્ચે હતો.

કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ખાનને કુલ ૮૩,૩૧૧ વોટ મળ્યા હતા જયારે ભાજપના સુખવંત સિંહને ૭૧,૦૮૩ વોટ મળ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવારે ૧૨,૨૨૮ વોટથી જીત મેળવી છે.