irctc service/ ભારતીય રેલ્વેએ લોકસભા ચૂંટણી પહેલા યાત્રીઓ માટે રેલ્વે ભાડું ઘટાડ્યું

રેલ્વેએ કોરોના સમયગાળા દરમિયાન લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેન તરીકે નિયુક્ત કરી હતી. સામાન્ય ટ્રેનોનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ કારણે તેમનું ભાડું 10 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગયું છે. એક્સપ્રેસ ટ્રેનનું સૌથી ઓછું ભાડું 30 રૂપિયા છે. હવે તેને ફરીથી સામાન્ય કરી દેવામાં આવતાં ભાડામાં ઘટાડો થયો છે. તેનાથી દેશના લાખો દૈનિક મુસાફરોને ફાયદો થશે. ટ્રેનના વર્ગ બદલવાથી………

Top Stories India
Beginners guide to 63 1 ભારતીય રેલ્વેએ લોકસભા ચૂંટણી પહેલા યાત્રીઓ માટે રેલ્વે ભાડું ઘટાડ્યું

LokSabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ભારતીય રેલ્વે બોર્ડે સામાન્ય ટિકિટનું ભાડુ ઘટાડ્યું છે. હવે જનરલ ટિકિટ લઈને 50 કિલોમીટરની મુસાફરી કરવા માટે ફક્ત 10 રૂપિયા ભાડુ ચૂકવવું પડશે. રેલ્વે બોર્ડે તાત્કાલિક અસરથી આદેશ જારી કર્યો છે. રેલ્વે બોર્ડે યુટીએસ સિસ્ટમ અને યુટીએસ એપમાં ફેરફાર કરવાના આદેશ જારી કર્યા છે. લોકલ ટિકિટ બુક કરવા માટે IRCTCના સોફ્ટવેરમાં પણ ચેન્જ ઓર્ડર જારી કરવામાં આવ્યા છે.

કોરોના કાળ સુધી દેશમાં ભાડું એક સરખું જ હતું, પરંતુ ત્યારબાદ જ્યારે ટ્રેનો ચાલવા લાગી ત્યારે રેલવેએ ભાડું 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરી દીધું. ભારતીય રેલ્વે બોર્ડના આ નિર્ણયથી દૈનિક રેલ મુસાફરી માટે ત્રણ ગણી રકમ ચૂકવતા મજૂરો અને દૈનિક મુસાફરોને ઘણો ફાયદો થશે. હવે 50 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો માત્ર 10 રૂપિયામાં મુસાફરી કરી શકશે. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે, દરેક 10થી 15 કિલોમીટરની મુસાફરી માટે 50 રૂપિયાથી ભાડું 5 રૂપિયા વધી જાય છે. મતલબ કે હવે મુસાફરો 30 રૂપિયામાં 90 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે.

રેલ્વેએ કોરોના સમયગાળા દરમિયાન લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેન તરીકે નિયુક્ત કરી હતી. સામાન્ય ટ્રેનોનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ કારણે તેમનું ભાડું 10 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગયું છે. એક્સપ્રેસ ટ્રેનનું સૌથી ઓછું ભાડું 30 રૂપિયા છે. હવે તેને ફરીથી સામાન્ય કરી દેવામાં આવતાં ભાડામાં ઘટાડો થયો છે. તેનાથી દેશના લાખો દૈનિક મુસાફરોને ફાયદો થશે. ટ્રેનના વર્ગ બદલવાથી અન્ય મુસાફરોને પણ ફાયદો થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…