Rajkot/ PM મોદી ગુજરાતના લોકોને 720 બેડ ધરાવતી વર્લ્ડ ક્લાસ AIIMSની ભેટ આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ગુજરાતની પ્રજાને પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની ભેટ આપશે. રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે શુક્રવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર રાજકોટની પાંચ……

Top Stories Gujarat
Beginners guide to 62 1 PM મોદી ગુજરાતના લોકોને 720 બેડ ધરાવતી વર્લ્ડ ક્લાસ AIIMSની ભેટ આપશે

Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ગુજરાતની પ્રજાને પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની ભેટ આપશે. રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે શુક્રવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર રાજકોટની પાંચ AIIMSમાંથી આ એક હશે. પીએમ મોદીએ ડિસેમ્બર 2020માં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટ એઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો.

રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ શહેરની હદમાં પરા પીપળીયા ગામ પાસે આવેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ઓપીડી પહેલેથી જ કાર્યરત છે અને પીએમ મોદી તેના ઇન્ટરનલ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD)નું ઉદ્ઘાટન કરશે. રાજકોટ AIIMSએ 720 પથારીઓ સાથેની વિશ્વ કક્ષાની હોસ્પિટલ છે, જેમાં આઈસીયુ અને સુપર-સ્પેશિયાલિટી બેડનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, રાજકોટ એઈમ્સ 201 એકરમાં ફેલાયેલી છે.

તેમણે વધુ જણાવતા કહ્યું કે, આ હોસ્પિટલ 1,195 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. સરકારી સૂત્ર પ્રમાણે, સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પીએમ મોદી રવિવારે બપોરે રાજકોટ એઈમ્સ પહોંચશે અને પછી સાંજે શહેરના રેસકોર્સ મેદાનમાં રેલીને સંબોધશે. જાહેરનામા અનુસાર, તેઓ જૂના એરપોર્ટથી જાહેર રેલી સ્થળ સુધીના એક કિલોમીટર લાંબા રોડ શોમાં પણ ભાગ લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…

આ પણ વાંચો:West Bengal/ સંદેશખાલીમાં કોઈની પર રેપ થયો નથી: શાહજહાંનો ભાઈ