Not Set/ દક્ષિણ ગુજરાતમાં ૨૪ કલાક ધમધમવા માંડ્યા ઓક્સિજન રીફિલિંગ પ્લાન્ટ

સુરત જિલ્લાના પલસાણા ખાતે ઑક્સીજનનું ઉત્પાદન કરતી કંપની દ્વારા સરકારી ગાઇડલાઇન મુજબ દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે ઑક્સીજન સિલિન્ડર રીફિલ કરવામાં આવી રહ્યા છે.

Gujarat Surat Trending
દક્ષિણ ગુજરાતમાં ૨૪ કલાક ધમધમવા માંડ્યા ઓક્સિજન રીફિલિંગ પ્લાન્ટ
  • સવારથી ઑક્સીજન લેવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ તમામને સમયસર પુરવઠો મળી રહે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
  • નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પ્રતિનિધિ પણ પ્લાન્ટ પર નજર રાખી રહ્યા છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારતમાં કોરોના કાળમાં હાહાકાર મચી ગયો છે. હોસ્પિટલોમાં બેડ અને ઑક્સીજનના અભાવે દર્દીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના પલસાણા ખાતે ઑક્સીજનનું ઉત્પાદન કરતી કંપની દ્વારા સરકારી ગાઇડલાઇન મુજબ દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે ઑક્સીજન સિલિન્ડર રીફિલ કરવામાં આવી રહ્યા છે. અહીં અફરાતફરી ન ફેલાય તે માટે વહીવટી તંત્ર તરફથી નાયબ મામલતદાર કક્ષાના અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં જ્યારે ઑક્સીજનને લઈને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે અહીં ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં દર્દીઓ સુધી સમયસર ઑક્સીજન પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજા વેવમાં કોરોના ભારે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. દેશના તમામ રાજ્યોમાં કોરોના સંક્રમણના દર્દીઓ વધવાની સાથે હોસ્પિટલોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. દર્દીઓ વધતાં ઑક્સીજનની પણ અછત સર્જાય છે. ઑક્સીજનના અભાવે પણ રોજના અનેક દર્દીઓનો ભોગ લેવામાં આવી રહ્યો છે.

હોસ્પિટલના ડોક્ટરો પણ ઑક્સીજન પુરવઠો ઘટવાથી દર્દીનું મોત થાય તો પોતે જવાબદાર ન હોવાનું લખાણ પણ દર્દીઓના સગા પાસે લઈ રહ્યા છે. આવી કપરી પરિસ્થિતી વચ્ચે સુરત જિલ્લાના પલસાણામાં અક્ષર એર પ્રોડકશન નામની કંપની દર્દીઓને સમયસર ઑક્સીજનનો પુરવઠો મળી રહે તે માટે સતત રાત દિવસ કામ કરી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં લેટર પેડ પર લખાણના આધારે અહીંથી જ ઑક્સીજનનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. જ્યારે હોમ આયોશોલેશનમાં રહેલા દર્દીઓ માટે ડોક્ટરોના પ્રિસ્ક્રીપશન, આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટના આધારે ઑક્સીજન પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

આ પ્લાન્ટ પર સતત 24 કલાક મેડિકલ ઑક્સીજન રીફિલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેથી ગંભીર દર્દીઓનો જીવ બચાવી શકાય. આ પ્લાન્ટમાંથી સુરત ગ્રામ્ય, સુરત શહેર, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાંથી ઑક્સીજન લેવા માટે લોકો આવી રહ્યા છે. એટલું જ નહીં આ કંપની દ્વારા સામાન્ય દિવસોમાં નાઇટ્રોજન અને ઔદ્યોગિક ઑક્સીજનનું પણ ઉત્પાદન કરે છે. પરંતુ હાલની કટોકટીની પરિસ્થિતીને લઈ આ ઉત્પાદન બંધ કરી માત્ર ને માત્ર મેડિકલ ઑક્સીજનનું જ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

સવારથી ઑક્સીજન લેવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ તમામને સમયસર પુરવઠો મળી રહે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ત્રણ પાળીમાં નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પ્રતિનિધિ પણ પ્લાન્ટ પર નજર રાખી રહ્યા છે.

s 5 0 00 00 00 દક્ષિણ ગુજરાતમાં ૨૪ કલાક ધમધમવા માંડ્યા ઓક્સિજન રીફિલિંગ પ્લાન્ટ