“ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના” ….
વૃદ્ધાનું મોત થતાં વૃદ્ધે તેના પૌત્રને કહ્યું કે તારી દાદી ના ફોટો સાથે મારો ફોટો પણ કરાવી લે હવે મારી પાસે ઝાઝો સમય નથી
લગ્નગ્રંથિથી જોડાતા દરેક યુગલ સપ્તપદી માં એકબીજાને મૃત્યુ સુધી સાથ નિભાવવાના વચનો આપતાં હોય છે. પરંતુ સારસબેલડી ની જેમ તેને વાસ્તવિક રૂપે કોઈક જ નિભાવી શકતા હોય છે. સારસ બેલડી જેવો કિસ્સો ગોંડલના ગુર્જર સુથાર જ્ઞાતિ માં બનવા પામ્યો છે. કોરોના ના કારણે ટૂંકા સમયમાં સુથાર પરિવારે માતા-પિતાની છત્ર છાયા ગુમાવી છે.
ગોંડલ શહેર પંથકમાં નટુભાઈ રેડિયા વાળા તરીકે પ્રખ્યાત નટવરલાલ ખંભાયતા ના પત્ની નિર્મળાબેન નું કોરોના ના કારણે ગત તારીખ 11 ના અવસાન થયું હતું. અને આજે ફરી કોરોના ના કારણે નટુભાઈ નું અવસાન થતા પરિવાર શોકમગ્ન બનવા પામ્યો છે.
નિર્મળાબેન ના અવસાન પછી તેમના પૌત્ર ફોટો ફ્રેમ બનાવી રહ્યા હતા ત્યારે નટુભાઈ આવીને કહ્યું કે તારા દાદીના ફોટોની સાથે મારો ફોટો પણ બનાવી નાખ હું પણ હવે ટૂંકા દિવસોનો જ મહેમાન છું અને તે શબ્દ અક્ષરસ સત્ય બનતા પરિવાર પણ આશ્ચર્યચકિત બની ગયો હતો.
ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ નો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે.