દુર્ઘટના/ મોરબી ઝુલતો પુલ હોનારત મામલે કાટમાળ તપાસ અર્થે FSLમાં મોકલવામાં આવ્યો, રિપોર્ટ બાદ લેવાશે એકશન

મોરબીમાં ગત તારીખ 30 ઓકટોબર ને રવિવાર નારોજ ઝૂલતો પુલ તૂટવાથી 135 લોકોના મોત  નિપજયા હતા આ મામલે દુર્ઘટનાના કાટમાળને તપાસ અર્થે એફએસઓલમાં મોકલવામાં આવ્યો છે

Top Stories Gujarat
30 મોરબી ઝુલતો પુલ હોનારત મામલે કાટમાળ તપાસ અર્થે FSLમાં મોકલવામાં આવ્યો, રિપોર્ટ બાદ લેવાશે એકશન
  • મોરબી ઝુલતો પુલ હોનારત મામલો
  • તપાસ માટે કાટમાળ FSL ખસેડવામાં આવ્યો
  • ટ્રક ભરીને કાટમાળ ગાંધીનગર FSL ખસેડાયો
  • FSLની તપાસ બાદ જવાબદારો સામે ગાળિયો કસાશે
  • બ્રિજના રિનોવેશન દરમિયાન સળિયા જ બદલાયા ન હતા
  • તપાસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવના

મોરબીમાં ગત તારીખ 30 ઓકટોબર ને રવિવાર નારોજ ઝૂલતો પુલ તૂટવાથી 135 લોકોના મોત  નિપજયા હતા આ મામલે દુર્ઘટનાના કાટમાળને તપાસ અર્થે એફએસઓલમાં મોકલવામાં આવ્યો છે. આ કાટમાળને ટ્રકમાં ભરીને ગાંધીનગ એફએસએલમાં ખસેડવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આ કાટમાળની તપાસ બાદ જે રિપોર્ટ આવશે બાદમાં  જે લોકો સીધી રીતે જવાબદાર છે તેમની સામે ગાળિયો કસાશે,બ્રિજના રિનોવેશન દરમિયાન સળિયો જ બદલાયા ન હતા,જે તપાસમાં ઘટસ્ફોટ થવાની પુરેપુરી સંભાવના છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન પોલીસે નવ લોકોની ધરપકડ કરાઈ છે.