Not Set/ બુલંદ શહેર હિંસા : મૃત પોલીસ ઇન્સ્પેકટરના પરિવારને આવતીકાલે મળશે સીએમ યોગી

ઉત્તર પદેશના સીએમ આવતી કાલે બુલંદ શહેર હિંસામાં મૃત પામેલા પોલીસ ઇન્સ્પેકટરના પરિવારને મળવાના છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત લખનૌમાં થશે. #BulandshahrViolence: Uttar Pradesh Chief Minister Yogi Adityanath to meet family of Police inspector Subodh Singh in Lucknow tomorrow. pic.twitter.com/yNGCjlWWOr— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 5, 2018 ગૌ હત્યા મામલે તેમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી […]

Top Stories Trending Politics
બુલંદ શહેર હિંસા : મૃત પોલીસ ઇન્સ્પેકટરના પરિવારને આવતીકાલે મળશે સીએમ યોગી

ઉત્તર પદેશના સીએમ આવતી કાલે બુલંદ શહેર હિંસામાં મૃત પામેલા પોલીસ ઇન્સ્પેકટરના પરિવારને મળવાના છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત લખનૌમાં થશે.

ગૌ હત્યા મામલે તેમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નિર્દેશ તેમણે આપ્યા હતા.બુલંદ શહેર હિંસામાં મૃત સુમિત ચૌધરી અને મૃત ભાજપ નેતા પ્રત્યુશ ત્રિપાઠીના પરિવારને સરકાર ૧૦ લાખનું વળતર આપશે.

તમને જણાવી દઈએ કે ગઈ કાલે મૃત પોલીસની બહેન મનીષાએ સીએમ યોગી પર આકરો ગુસ્સો ઠાલવ્યો હતો. સીએમ યોગી તેના પરિવારને હજુ સુધી મળવા આવ્યા નથી તેવા આરોપો લગાવ્યા હતા.

અમારે રૂપિયા નથી જોઈતા 

મનીષાએ ૫૦ લાખ રૂપિયાના વળતર મામલે મનીષાએ કહ્યું કે અમારે રૂપિયા નથી જોઈતા. મારા ભાઈને શહીદ ઘોષિત કરવામાં આવે જેથી દુનિયા તેને સલામ કરે.

એક વાર પણ સીએમ કેમ મળવા ન આવ્યા ?

મનીષાએ કહ્યું હતું કે તેમના ભાઈના મૃત્યુ પછી એક વખત પણ સીએમ યોગી તેમના પરિવારને મળવાના પ્રયત્નો નથી કર્યા. યોગી કહે છે કે ગાય અમારી માતા છે. પરંતુ આજે એ માતાને લીધે મારા ભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે મારા ભાઈએ વીરતાનું કામ કર્યું છે પણ ભાઈ વગર અમારો પરિવાર શું કરશે તેનો જવાબ સીએમ આવીને કહે.

સરકાર ભાઈના નામનું સ્મારક બનાવે 

મૃત ઇન્સ્પેકટરની બહેને માંગ કરી છે કે તેમના ભાઈને શહીદ ઘોષિત કરવામાં આવે અને તેમના ગામમાં તેમનું નામનું સ્મારક બનાવવામાં આવે.

સુબોધ કુમાર કોઈ સામાન્ય માણસ નહતા આની પહેલા પણ તેમના પિતાએ જીવ ગુમાવ્યો હતો.

સુબોધ કુમારના પુત્રનું નિવેદન 

મૃત ઇન્સ્પેકટર સુબોધ કુમારના પુત્ર અભિષેકે બુલંદ શહેર હિંસા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે માતા પિતા હંમેશા મને એક સારા નાગરિક બનવાનું કહેતા હતા. ધર્મના નામે થતી હિંસા તેઓ ક્યારેય ઇરછતા નહતા. આજે હિંદુ-મુસ્લિમની લડાઈને લીધે મે મારા પિતા ગુમાવ્યા છે હજુ આવા કેટલા લોકો આ જ લડતમાં તેમના પિતાને ગુમાવશે ?